________________
કરસનદાસ મૂળજી
શાન થશે, માટે ગમે તે જોખમે પણ જે કાર્ય હાથમાં લીધું છે તે વિષે નમતું તો ના જ મૂકવું એમ તેમણે ઠરાવ્યું. બીજા રવિવારના “સત્યપ્રકાશ” માં આ ખતને તેમણે “ગુલામી ખત” નું નામ આપ્યું અને તેની દરેકે દરેક કલમ ઉપર બહુ જ સખ્ત ટીકા કરી. રૂ. ૬૦૦૦૦) ફેંકીને કોર્ટમાં ના જવાને હક મેળવવાને બદલે તેમણે કોર્ટમાં ના જવું પડે તેવા રસ્તા લેવાનું મહારાજને સુચવ્યું, અને કહ્યું કે એ રૂપિયા વિકટોરીઆ મ્યુઝીયમમાં આપે તો લોકોને સારે લાભ થાય. વળી લખ્યું કે જેઓ નીતિને માગે ચાલે અને પારકી પંચાત કરે નહિ, કોઈના દેવાદાર બને નહિ, તેમને કોર્ટમાં જવા વારે આવે જ નહિ. ત્યાર પછી જેમણે સહીઓ કરી હતી તેમની ગુલામી દશાની તેમણે પુષ્કળ મશ્કરી કરી, અને છેવટે પ્રભુપ્રાર્થના કરી કે આ ભાઈએ મહારાજની ગુલામી કરવા કરતાં લેકસેવા તરફ દિલ લગાડી તે માટે ધનવ્યય કરે.
આ રીતે કરસનદાસે બહુ નિડરતાથી પોતાની ફરજ બજાવી. તેમનું જોઈને બીજાઓએ પણ નનામી પત્રિકાઓ કાઢી મહરાજે વિરુદ્ધ અને આ ગુલામીખતની વિરુદ્ધ પુષ્કળ લખાણ ક્ષે; પરંતુ નામ સાથે બહાર આવી નાત બહારના ભય વહોરવા કેઇજ તૈયાર થયું નહિ. માત્ર કરસનદાસજ નામ સાથે બહાર આવ્યા અને તેમને નાત બહાર મૂકવાની હીંમત કોઈની ચાલી નહિ. કારણ કે તેમને ડર લાગે કે કદાચ મામલે કોર્ટે જશે. આ રીતે ગુલામી ખતની એક કલમ તુટી. અને એક કલમ તુટી એટલે પછી બીજી કલમ અનુસાર જે પૈસાની ટીપ કરવાની હતી તે પણ ના થઈ. કદાચ કરસનદાસના લખાણની અસર પણ લોકોના મન ઉપર થઈ હશે. આ રીતે કરસનદાસ સિદ્ધાંતને વળગી રહ્યા, અને તે સાથે મહારાજે ઉપર તેમણે વિજય પણ મેળવ્યો.
મુંબઈના મહારાજે કરસનદાસના હુમલા ખાળી શક્યા નહિ તેથી તેમની પ્રતિષ્ઠા ઘટી અને પેદાશ ઘટવાને સંભવ પણ ઉભો થયો. મુંબાઈની આ ચળવળનો ચેપ બહારગામને પણ લાગે એવા ભયથી સુરતના મેટા મંદિરના મહારાજ જદુનાથજી ઈ. સ. ૧૮૬૦ ની અધવચમાં મુંબઈ આવ્યા. તેમના પિતા બ્રિજરતનજીને સુરતના દુર્ગારામ મહેતાજીને સહવાસ હતો, અને કેલવણું વગેરે કેટલીક બાબતો તરફ તેમની સહાનુભૂતિ થઈ હતી, તેથી મુંબાઈમાં એવો ખ્યાલ પ્રસર્યો કે