________________
નંદશંકર અને તેમને જમાને
કાવ્યની શરૂઆતમાં અલાઉદ્દીન ખીલજીને દિગ્વિજય અને તે દ્વારા હિંદમાંથી હિંદુ ધર્મ નાબુદ કરવાના પ્રયાસોનું વર્ણન છે. પછી અલાઉદીનનું ગાદીનશીન થવું, ગુજરાતના રાજાને કેદ પકડવો અને સંપૂર્ણ ગુજરાતને આગથી તારાજ કરવું, ગુજરાત પર ફરી ચઢાઈ, તે પછી ગુજરાતના રાજાની સ્ત્રી કમલાદેવીને પકડીને અલાઉદીનની બેગમ બનાવવામાં આવે છે.
કમલાદેવીની બે પુત્રીઓ જેમાંની એક મરી ગઈ છે, બીજી પુત્રી છ મહિનાની છે, તેને તેડાવી ખિજીખાં સાથે તેનાં લગ્ન કરે છે. રાજા આ માગણી આનંદથી સ્વીકારે છે. દેવગિરિને રાજા શંખલદેવ કરણની પુત્રી દેવળદેવીનું પોતાના ભાઈ ભિમદેવ માટે માગું કરે છે, જે અનિચ્છાપૂર્વક કરણ સ્વીકારે છે, અને દેવળદેવીને દેવગિરિ મોકલે છે. રસ્તામાંથી ઉલુઘખાંના સૈનિકે તેને પકડી પોતાના સેનાપતિ પાસે લઈ જાયં છે, અને ત્યાંથી તેને રાજધાનીમાં મોકલે છે. ત્યાં ખિજીખાં અને દેવળદેવી વચ્ચે આકર્ષણ થાય છે. આ વખતે ખિજીખાંની વય ૧૦ અને દેવળદેવીની ૮ બતાવી છે ! ખિજીખાં, તે પછી અલપખાંની છોકરી સાથે પરણે છે, અને પાછળથી દેવળદેવી અને ખિજીખાં વચ્ચે પ્રેમ જામતાં છેવટે બન્ને પરણી જાય છે. ખિજીખાના ઉત્તરજીવનની વાત કહી કાવ્ય પૂરું થાય છે. આ કાવ્ય એકંદર ૪૫૧૯ લીંટીનું છે.*
આ મહાકાવ્યના વસ્તુને આધાર લઈને જ ફરિસ્તાએ પિતાના ઇતિહાસમાં આ કાવ્યની હકીકતને ઐતિહાસિક હોવા બદલની મહોર છાપ આપ્યા જેવું કર્યું છે. અને આ સ્વરૂપમાં આમ પ્રચાર પામેલી આ જ આખી ઘટના, હિંદી કાવ્યથી એટલે “ભાષા”થી પરિચિત એવા ભાટ ચારણોએ, ફાર્બસ સાહેબને પૂરી પાડી હોય એમ બહુ સંભવિત છે. તેને લીધે રાસમાળાનો આધાર લેવાઈ લખાયેલી નંદશંકરની વાર્તામાં તે ઘટના હવે ચેકકસ જામી ગઈ છે અને આપણું મગજમાં ઘર કરી બેઠી છે. ખરું જોતાં, કર્ણની પુત્રી તરીકે દેવળદેવી” એવું નામ જ કેવલ કલ્પિત છે. તે એ નામ અમીર ખુસરૂને મળ્યું ક્યાંથી ? ચિતડ પાસે રણુણ્યભરનો પ્રસિદ્ધ ગઢ છે. તેને રાજા તે વખતે હમીરદેવ હ. આના
* આ સંબંધી “ગુજરાતી” અઠવાડિકના જુલાઈ ૧૯૩૧ ના એક અંકમાં “ગુજરાતના ઈતિહાસ ઉપર નવો પ્રકાશ” નામથી બાબુ જગનલાલ ગુણના પ્રસ્તુત લેખની નેધ પ્રકટ થઈ હતી.
૨૪૧
હ૧