Book Title: Granth Ane Granthkar Pustak 05
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 308
________________ પુરા-ગ્રંથ-સંગ્રહ સંગ્રહ થાય છે, અને જાતે દહાડે એ પ્રજાને અણમોલો ભંડાર બની રહે છે. પ્રજાનાં જ્ઞાન અને વિચારણું, ઈતિહાસ અને જીવન, રાહ-રસમ અને રસવૃત્તિ, સુખદુઃખ અને ચડતી પડતી, ધર્મપલટા અને ઉદ્યોગ-કારીગરીના વારાફેરા–એ બધાંનું દર્શન છુટા છુટા છેડા રૂપે પ્રાચીન પુસ્તકોમાંથી આપણને જાણવા મળે છે. જ્યાં એ સંગ્રહ એટલે વિપુલ ત્યાં એ સાંસ્કૃતિક દર્શન એટલું કડીબંધ અને સમૃદ્ધ. આ દૃષ્ટિએ અમેરિકા જેવા દેશમાં આ શખ અતિઘણે વિસ્તરે એ કેવળ સ્વાભાવિક છે. ત્યાંની પ્રજાને પોતાના પ્રાચીન ઇતિહાસ ગૌરવનાં સાધનોની અછત; કેમકે એ દેશની વસાહત સત્તરમી સદીની શરૂઆતમાં હજી માત્ર ત્રણસો વરસ પર જ થઈ. અને વસાહતીઓ આવેલા બધા ઈંગ્લંડયુરોપથી, એટલે એમની પોતાની પાસે તે પુરાણું ઐતિહાસિક ગૌરવના સ્મૃતિ–અવશેષ કે સાંસ્કૃતિક સીમાચિહ્નરૂપ કશું હોય જ નહિ. આથી એમને એ બધું બહારથી ખરીદી લાવીને પોતાના દેશ માટે વસાવવું રહ્યું. અને ઉદ્યોગધંધાની પ્રગતિ તથા રસકસવંતા દેશને કારણે કમાયા ખૂબ; એટલે અમેરિકનો આ શોખ ખીલ્ય પણ બહુ અને તેને માટે પૈસા પણ એમણે લખલૂટ ખરચ્યા. ધનાઢયોએ તે આવા સંગ્રહો કરી કરીને પોતપોતાના ગામ કે પ્રાંતને ભેટ આપી દીધા, અને એવા એક નહિ પણ અનેક પરિણામે અમેરિકાની એ સમૃદ્ધિ આજે યુરોપની બરોબરી કરતી થઈ ગઈ છે. અમેરિકનોના ખંત અને ઉત્સાહની આ ઝલક આપણે માટે અનુકરણીય છે. આજે ત્યાં આ શેખ પ્રજાવ્યાપી થઈ ગયો છે. પરંતુ અતિ પ્રાચીન પુસ્તકે તો કેવળ શ્રીમાનો જ ખરીદી શકે એટલાં મેંઘાં હોય, એટલે સામાન્ય સ્થિતિના માણસોમાં હવે પુસ્તકોની પહેલી આવૃત્તિઓ સંઘરવાનો નાદ લાગ્યો છે. કેટલાક પ્રકાશકો વળી અમુક વિશિષ્ટ અને પ્રતિભાશાળી લેખકનાં પુસ્તકોની ગણતરીની ખાસ આવૃત્તિઓ (limited editions) કાઢે છે. તે ઊંચા, સુંદર, મજબૂત કાગળ પર, બડા શૈખ અને રસ વૃત્તિથી છાપીને કાઢેલી હોય છે. એમાંની મોટા ભાગની આવૃત્તિઓમાં કર્તાની સહી પણ હોય છે. આવી આવૃત્તિ માત્ર ૭૫૦, ૫૦૦, ૨૫૦, કે કોઈવાર ૧૦૦ નકલની જ હોય છે, અને તે પર મનમેંધી કીમત રાખવામાં આવી હોય છે. આ પ્રકારની આવૃત્તિએ સંધરવાને શોખ પણ એ દેશમાં આજે ઘણો જ છે. આ રીતે ત્રીજા પ્રકારના સંગ્રાહકોનો વર્ગ ઊભે થયે. ૨૫૧

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326