________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
ઉદુભવ ઘણીખરી પ્રવૃત્તિઓના સંબંધમાં બન્યું છે તેમ આ શાખની શરૂઆત પણ વિરોધ અને દમનમાંથી, ઇંગ્લંડમાં આઠમા હજીના વખતમાં જ્યારે ધર્મગુરુઓના મઠ વિખેરી નંખાયા અને પુસ્તકનાશનું સત્ર મંડાયું ત્યારથી, થઈ. એ વેળાએ તે વિદ્યાર્શોખીનોએ વિલાઈ જતા એ જ્ઞાનધનને બચાવવાને માટે જ શરૂઆત કરેલી. આજે યુરોપ-અમેરિકાનાં ઘણાંખરાં સમૃદ્ધ પ્રજાકીય પુસ્તકાલયોમાંનાં પુસ્તકોનો મોટો ભાગ આ શેખને જ આભારી છે. આપણે ત્યાં પણ એવાં આક્રમણે (જે જુદી રીતે પણ અસંખ્ય વાર આવી ગયાં તેની સામે જોનાના ભંડારેએ એ જ પ્રકારનું ગ્રંથસંરક્ષણ કર્યું છે. પરંતુ હવે આ વિદ્યાખ અને કદરશનાસીને જમાનામાં હજી પણ તેઓ એ જૂના ચીલાને અંધ માન્યતાથી વળગી રહીને ગ્રંથને ગોંધી રાખે છે તેની પ્રશંસા થઈ શકે તેમ નથી. આપણું એ પુરાતન જ્ઞાનધન એમણે જે કાળજી અને પ્રેમથી સાચવી રાખી તેનું રક્ષણ કર્યું તેની ખરી ઉલટભરી કદર તે પ્રજાના ઉપયોગ માટે એ ખુલ્લાં મૂકાય ત્યારે જ થાય.
પ્રકાર પુરા-ગ્રંથ-સંગ્રહના આ શાખની પાછળ કારણરૂપે જુદી જુદી દૃષ્ટિ, કે વૃત્તિ રહેલી હોય છેઃ (૧) પિતાને કઈ પ્રિય વિદ્યાશંખ; (૨) સંસ્કારસાધના સંરક્ષણની દષ્ટિ; (૩) વિરલ વસ્તુઓનું સ્વામિત્વ ધરાવવાની મનવૃત્તિ; (૪) સૌન્દર્યદૃષ્ટિ; (૫) વિચિત્ર વસ્તુસંગ્રહનો નાદ.
આ શૈખ ધરાવનારાઓના લગભગ સિત્તેરથી એંશી ટકા ભાગનો મુખ્ય મુદ્દો તે મેટે ભાગે પિતાની પ્રિય એવી કોઈ અમુક વિદ્યાશાખાને વિકસાવવાને હોય છે. જ્ઞાનની જે અમુક શાખા (ઈતિહાસ, પુરાણ, તત્વજ્ઞાન, કલા, સાહિત્ય, કાવ્ય કે એવી કઈ) માટે પિતાને શંખ હોય તેના વિશાળ ને ઊંડા અભ્યાસ માટે બની શકે તેટલાં જૂનાં અને મળી શકે તેટલા વિવિધ પ્રકારનાં પુસ્તક ખોળવાં અને સંગ્રહવા એ ઉદેશ. આપણે ત્યાં આપણા વિદ્યાપ્રેમી સાક્ષરે વગેરે માટે ભાગે આ જ ઉદ્દેશથી પુરા-ગ્રંથ-સંગ્રહ કરે છે.
બીજો મુદ્દો સાંસ્કૃતિક ઇતિહાસનાં સાધન તરીકે તેમને સંઘરવાને. આ દૃષ્ટિબિંદુ વધારે વિશાળ, અગત્યનું, રસભર્યું અને ઉપયોગી છે. એમાં કોઈપણ એક વિદ્યાશાખાના નહિ, પણ બધા વિષય અને પ્રકારના ગ્રંને
૨૫૦