________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
ગ્રંથમાં સુશોભન અને ચિત્રોનું આલેખન પણ ગ્રંથલેખનની સાથે સાથે જ જૂના કાળથી આપણે ત્યાં ચાલતું આવેલું છે,–બલ્ક ઘણા કિસ્સાઓમાં તે ચિત્રાલેખન જ ગ્રંથનું અગત્યનું અંગ બનેલું છે, એ ઘણાં પ્રાચીન એળિયાં તથા હસ્તલિખિત પ્રત પરથી જણાય છે; એટલે ઉપર જણાવેલા મુદ્રિત ગ્રંથોમાં તે પણ ઊતરે એ સ્વાભાવિક છે. જે પુસ્તકે આ સંગ્રહમાં છે તે ઉપરથી જેકે તેની વિપુલતા જણાતી નથી, તેમજ ગુજરાતની લાક્ષણિક આલેખનપદ્ધતિની પ્રાચીન પ્રણાલિ પણ મોટે ભાગે લુપ્તપ્રાયઃ થએલી તેમાં જણાય છે અને પશ્ચિમની અસરને પાશ ધીમે ધીમે વધતો ને વધતો લાગ આવેલો સ્પષ્ટ જોઈ શકાય છે,
Seal (Book-Illustrations)ai aula vald 24014114 ગ્રંથશેભન (Decoration) ના નમૂના પણ પ્રસ્તુત સંગ્રહમાં છે. પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોમાં મોટે ભાગે કિનારો અને વેલપત્તીઓનાં શોભને જે પાને પાને થતાં તેને બદલે હવે માત્ર અગ્રવૃe (Title Page) ને જ શણગારવામાં એ શોભનની પરિસમાપ્તિ થાય છે. તેનું કારણ મુદ્રણમાં શોભનોની વિપુલતા કદાચ પિસાતી નહિ હોય એ હોઈ શકે. જેટલાં થયાં છે તેટલાં શીલાછીપમાં જ; બીબાંવાળા મુદ્રણમાં તે એને સંભવ નથી; કેમકે એન્ગવિગ કે બ્લેકની પદ્ધતિ મુકણમાં દાખલ થવાને હજી ઘણી વાર છે. ઉપરાંત ચિત્રાલેખનની પરંપરા પણ આથમવા આવી હશે એમ તેના ઊતરતી દશાને પામતા જતા આલેખન પરથી જણાય છે.
ગુજરાતના વાડ્મયવિકાસના સભાન અને ખંતીલા પ્રયત્ન શરૂ થયા તે કાળની ચાર કપ્રિય અને સંસ્કારી કૃતિઓની પહેલી આવૃત્તિએનાં અગ્રપૃષ્ઠોની પ્રતિકૃતિઓ ચિત્ર પ્લેટ . ૬ માં આપેલી છે. કવિ દલપતરામે સારોદ્ધાર કરેલું પહેલવહેલું “કાવ્યદેહન', મહીપતરામને જનતાપ્રિય “વનરાજ ચાવડે”, ગુજરાતની પહેલી સંસ્કારી નવલકથાને યશ પામેલ નંદશંકરને “કરણ ઘેલો', તથા કવિ નર્મદાશંકરે પુસ્તકાકારે પ્રકટ કર્યા પહેલાં છુટા છુટા અંક (ભાગ) રૂપે બહાર પાડેલા તેના લોકવિશ્રત અને મહાભારત કા “નર્મકોશ’ને પહેલો ભાગ – એ ચારે પુસ્તકોની પ્રથમવૃત્તિઓ જે આજે દુપ્રાય જેવી છે તેનું સ્વરૂપદર્શન આ સંગ્રહમાં આપણને જોવા મળે છે, એ યશ પણ પુરા-ગ્રંથ-સંગ્રહના શેખને જ છે.
કાળના વિશાળ પટ પર વેરવિખેર પડેલા, પ્રજાસંસ્કારના ઈતિહાસના રત્નકણ સમા અવશેષો સંઘરવાના શોખ વિષેને આ અંગુલિનિર્દેશ એ પ્રત્યે કોઈને પણ પ્રેરવામાં નિમિત્ત રૂ૫ થશે તે આ લેખ સફળ થયો લેખીશ.
બચુભાઈ રાવત ૨૫૮