________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
વાળાં એ બીબાં ક્યાં, આ “ મંડ કૃત વ્યાકરણ’ એમાં જ છપાયું હશે કે કેમ, નહિ તે એ બીબાંની છાપનો નમૂનો આજે હયાત હશે કે કેમ એ બધી જિજ્ઞાસાપ્રેરક બાબતે માટે આજે આપણે માત્ર કલ્પના જ કરવાની રહે છે. એમ પણ કેમ ન હોય કે એ “ ખે કુરીઅર ' ની પહેલાં પણ કોઈ ગુજરાતી બીબાં કરાયાં હોય ! મુદ્રણકલા વિષે આપણે રસ આજે કેળવાતે જાય છે એ શુભ ચિહ્ન આશા આપે છે કે ભવિષ્યમાં એ વિષયની શોધખોળ કોઈ જૂના ઉપયોગી નમૂના અને બીબાંના મૂળની બાબતમાં વધુ પ્રકાશ પાડશે. ત્યાંસુધી, કલ્પનાવિહાર છોડી દઈને અત્યારે નજર આગળ પડેલી ઈ. ૧૮૦૮ ની સાલની–આજથી લગભગ સવાસ વર્ષ પહેલાં છપાએલી આ છાપનાં બીબાને જ ગૂજરાતી બીબાંના આઘ વડવા ગણીએ તે ખોટું નથી.
ખાસ ધ્યાન ખેંચે એ મુદ્દો તે એ છે કે આ બીબાને મરોય ઘાટીલો, એકધારે, ચેકો ને સુંદર છે. આજના કરતાં એ વેળાનાં શરૂઆતનાં બીબાં ઘાટ તથા મરોડમાં કેટલાં જુદાં પડતાં તે સરખાવી જેવા માટે ચિત્રલેટ નં. ૭ ઉપર ઈ. ૧૮રરમાં એ જ મુંબઈ સમાચાર પ્રેસમાં છપાએલા “અંગ્રેજી વ્યાકરણ' ના અગ્રપૃષ્ઠનો મોટા કદનો નમૂને છા છે, તે જેવો રસદાયક થઈ પડશે.
૧૮૦૮ના વ્યાકરણ અને તેની જ જોડે છાપેલા ૧૮૨૪ના પંચોપાખ્યાન પછી ધ્યાન ખેંચે તેવો નમૂને ૧૮૨૬માં બહાર પડેલી “ગણિત કૃતિ અથવા ગણિતમાર્ગની બીજી આવૃત્તિને છે. તેની પહેલી આવૃત્તિ એથી પણ વહેલી બહાર પડી હશે. શિક્ષણનો પ્રચાર એ જમાનામાં કેવી ઝડપે આગળ વો હશે તે કેળવણીનાં વિધવિધ વિભાગોનાં મળી આવતાં પુસ્તકો ઉપરથી જણાય છે. આ નમૂનાઓમાં બારાખડીનાં ને સ્પેલિંગ–બુકનાં પુસ્તકો છે; વ્યાકરણને ગણિત છે; વાચનને માટે મકલખ (મૅક કુલ્લકMac Cullockને એ વેળાને ગુજરાતી ઉચ્ચાર)ની “ફર્સ્ટ રીડિંગને તરજુમો અને ડાઊીની કેટલીએક વાતનું ભાષાંતર છે; તેમજ પંચોપાખ્યાન (૧૯૨૪) ગુજરાતી બોધવચન (૧૮૨૬), ઇસપનીતિની કથાઓ (૧૮૨૮), ગુજરાતી બાલમિત્ર (૧૮૩૩), નીતિદર્પણ (૧૮૪૭) તથા ગરબાવળી પણ છે. ગણિતનાં એક નહિ પણ વધારે પ્રકારનાં પુસ્તક પ્રગટ થયાં હશે તે આ સંગ્રહમાંના ત્રણ નમૂના-ગણિત કૃતિ (૧૮૨૬), ગણિતહેવારની ચોપડી (૧૮૨૮) તથા શિક્ષામાલ (૧૮૨૮)–ઉપરથી જણાય છે. શિક્ષા માલામાં બીજગણિત,
૨૫૬