________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
અને તે વિષે વાત કરતાં, એઓએ મને તેને સારો સંગ્રહ થવા દઈ પછી તે આખો સસાએટીને સેંપવાનું સૂચવ્યું. તે સૂચના પ્રમાણે વર્તતાં સન ૧૯૨૪ સુધીમાં લગભગ ૪૫૦ પ્રતે ભેગી કરવાને હું શક્તિમાન થયે; પછી તે સાચવવા-સંગ્રહવાનું પણ અઘરું થઈ પડયું તેથી એ વર્ષમાં સસાએટીને સદરહુ હાથપ્રતને આખો સંગ્રહ સોપી દેવાની વ્યવસ્થા કરી. તે સબંધી કમિટિને પત્ર લખ્યો તેમાં એક સરત એ મૂકી હતી કે સંગ્રહની સાથે કવીશ્વર દલપતરામનું નામ જોડવું. એ મહાપુરુષના સ્થાને બેસવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થએલું છે એ મારા માટે ગૌરવનું કારણ છે; પણ એમના જેવાં બુદ્ધિસામર્થ્ય અને કાર્યશક્તિ મારામાં નથી એનું મને સતત ભાન રહે છે જ. તેથી જે કાર્યની–હસ્તલિખિત પુસ્તક સંગ્રહની શરૂઆત એમના હસ્તે થઈ હતી તેની સાથે એમનું નામ કાયમ અંકિત થઈ રહે એ સર્વથા ઉચિત અને માનાસ્પદ લાગ્યું; તેમ મને તે સંતોષ અને આશ્વાસન આપનારું છે.
સાટીને સંગ્રહ ગયા એપ્રિલ માસમાં અમદાવાદમાં ભરાએલી ગુજરાત સમસ્તની પહેલી પુસ્તકાલય પરિષદના સંમેલનના પ્રસંગે, દેશમાં પુસ્તક પ્રકાશનના છેક આરંભકાળથી એ દિશામાં કેવા કેવા પ્રયત્નો થયા તેના નમૂનાઓ દર્શાવતું જે પ્રદર્શન યોજાયું હતું તેમાં શ્રી પારેખના.(હવે ભલે સસાએટીના) એ સંગ્રહમાંના કેટલાક ચૂંટેલા નમૂનાઓ રજૂ થયા હતા. મુદ્રણકલા, પ્રકાશનકાર્ય, વાડભયવિકાસ તથા ચિત્રાલેખન અને મુદ્રણનાં રૂપવિદ્યાનની દષ્ટિએ એ સંગ્રહમાં ઘણા અગત્યના મુદ્દાઓ જેવા જાણવાના છે. પ્રદર્શન જોવાને લાભ ન મળ્યો હોય તેમને દર્શનીય થઈ પડે (તેમજ પ્રદર્શન જોયું હોય તેમની પાસે પણ એ મઘા સંગ્રહની પ્રતિકૃતિઓ સચવાઈ રહે) એ ઉદેશથી આ સાથે તેમાંના કેટલાક ગ્રંથના લેટેગ્રાફ, તેને વિષેની ટૂંકી નેંધ સાથે આપ્યા છે.
| ગુજરાતી બીબાને આદિ વડ પ્રાચીન પુસ્તકના આ આખાયે સંગ્રહમાં સૌથી પહેલું ધ્યાન ખેંચે તે, તથા પુરા-ગ્રંથ-સંગ્રહ અને મુદ્રણકલાના ઈતિહાસની દષ્ટિએ અતિ મૂલ્યવાન અને ઉપયોગી નમૂને તે નં. ૧ની ચિત્રલેટના મથાળાનો પહેલ નમૂનો છે. તે અંગ્રેજી, મરાઠી અને ગુજરાતી ત્રણે ભાષાનાં બીબાં વડે છેક ઈ. સ. ૧૮૦૮માં મુંબઈમાંથી બહાર પડેલા “મંડ કૃત વ્યાક
૨૫૪