________________
પુરા-ગ્રંથ-સંગ્રહ
પુરા-ગ્રંથ-સ’ગ્રહ
જૂનાં પુસ્તકો સંઘરવાના શોખ
આ
આબ્કિ ગ્રંથમાં છેલ્લાં ચાર વર્ષથી પુસ્તકના ઉત્પાદનને લગતી માહિતી આપતા લેખાની જે માળા આવ્યા કરી છે. તેના વિષયની સાથે ઉપરનું મથાળુ પહેલી નજરે જરા અસંગત લાગશે. વળી, ગયા વર્ષના લેખને અનુસંધાને આપવાને ‘ગ્રંથશેાલને અને ચિત્રાલેખના’ના વિષય આકી રાખીને આ નવી બાબત ઉપાડેલી જોઈ આશ્ચય પણ થશે. પરંતુ, હમણાં તાજેતરમાં જ સેાસાએટી તરફથી ભરાએલી પહેલી ગુજરાત પુસ્તકાલય પરિષને પ્રસંગે સાસાએટીએ ભરેલા જૂનાંનવાં પુસ્તકાના પ્રદર્શનને અંગે જે કેટલીક સાધનસામગ્રી પ્રકાશમાં આવી તથા ઉપલબ્ધ થઈ તેના વહેલા ઉપયાગ કરવા ઉચિત લાગ્યા; અને ગ્રંથકારા તથા પુસ્તક પ્રેમીઓને રસદાયી આ વિષય આ લેખમાળા સાથે અસંગત નથી એ પણ લેખ આગળ વાંચતાં લાગશે.
પુરા-ગ્રંથ-સંગ્રહ, એટલે પ્રાચીન પુસ્તકા સંઘરવાના શાખ પ્રધાનતઃ પશ્ચિમમાં જ છે. ત્યાં એને Book-collecting કહે છે, અને એવા શાખ ધરાવનાર માસ collector કલેક્ટર કહેવાય છે,—જે શબ્દ આપણે ત્યાં ‘પ્રાંતના સરકારી સુમે!' એ જ અર્થાંમાં સમજાય. ત્યાં કલેકૅટર એટલે ‘બુક-કલેક્ટર.' પશ્ચિમના સંસ્કારવાંછુઓનો એ પ્રિય નાદ છે.
પ્રાચીન હસ્તલિખિત ગ્રંથા, છાપકળાની બાલ્યાવસ્થા સમયનાં અથવા અતિ જૂના કાળનાં શીલાછાપનાં તેમજ પ્રાથમિક બીબાં વડે છૂપાએલાં પુસ્તકા, નામચીન ગ્રંથાની દુષ્પ્રાપ્ય થઈ પડેલી પહેલી આવૃત્તિએ વગેરે પુરાણા ગ્રંથા, ગુટકા કે પુસ્તક-પુસ્તિકા શેાધવાને ને સંધરવાના એ શાખ આપણે ત્યાં નહિવત્ છે. પશ્ચિમના દેશેામાં તો ઘણા ખરા સંસ્કારસ્વામીએ તથા વિદ્યાસેવી શ્રીમાને એ જ્ઞાખ ધરાવે છે. અને એ શાખ તે કેવળ નાણાં કે સમય વેડફવાની નિરૂદ્દેશ ધૂન માત્ર નથી, પણ દેશની પ્રાચીન સંસ્કારસમૃદ્ધિના માંધા અવશેષો સાચવવાનું એક અતિ મહત્ત્વનું સેવાકા છે. પ્રજાની વિકાસયાત્રાના અગત્યના સીમાસ્તંભા જેવા એ અવશેષો દેશનાં સમાજજીવન, સંસ્કારિતા અને પ્રજાધડતરના ઇતિહાસનાં અતિ મૂલ્યવાન સાધનેા થઈ પડે છે.
૨૪૯
૩ર