________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ભાઈ એ “ ઇતિહાસની આરસી ” માં–ધિફ નાગર નગુરા એમ દંતકથાને-આધારે–અથવા રાસમાળામાં ભાટચારણેએ મુસલમાનોની ચડાઈને વાસ્તવિક બનાવવા જે પ્રસંગ જે છે તેને આધારે જ એમણે એ વાક્ય લખ્યું જણાય છે.+
અલ્લાઉદ્દીનનું લશ્કર અમદાવાદથી સેરઠમાં સોમનાથ ઉપર ચઢાઈ કરવા વળ્યું. અને શેત્રુજાનાં મંદિરને તેડ્યાં. એટલે કર્ણ, માત્ર લશ્કર આવવાથી નાસી છૂટયો જણાય છે.
પદ્મનાભના કથન પ્રમાણે ઉલુઘખાન પહેલાં પાટણ આવ્યા હતઃ ત્યાંજ કર્ણદેવને પરાજય કરી તે શહેરને લૂંટી, પછી આશાવલી આવ્યા હતો. પરંતુ જિનપ્રભે આપ્યા પ્રમાણે મેડાસાથી પસતાં પહેલું આસાવલી આવે છે. છતાં કર્ણ જે નાસી છૂટયે તે પાટણથી કે આસાવલીથી તે બાબત, હજી પણ સંદિગ્ધ જ રહે છે.
કર્ણદેવની અનેક રાણુઓમાંની કમલારાણી-અથવા મુસલમાને કહે છે તેમ કવલા–કલારાણી-પકડાઈ–તે બાબત પણ અતિહાસિક આધાર નથી: ભાટચારણની વાત સિવાય. તેની પુત્રી દેવળદેવી અલાઉદ્દીનના પુત્ર ખીજરખાં સાથે પરણાવી હતી. તે વાત પણ તેટલી જ ગલત છે એમઃ “નાગરી પ્રચારિણ પત્રિકા”ના ૧૯૩૧ના માઘ અંકમાં બાબુ જગનલાલ ગુપ્ત મજબૂત શંકા ઉઠાવી છે તે તરફ આપ સૌનું ધ્યાન ખેંચવા હું રજા લઉં છું
આ વિદ્વાન લખે છે કે કલારાણી તથા દેવલદેવીની ઘટનાને અંતિહાસિક બનાવનાર કેવલ અમીર ખુસરૂ છેઃ “ દવલાની વ ખિજખાં એ નામના ફારશી ” “ આશિકી ” કાવ્યની રચના કલ્પિત અને અર્ધ– અતિહાસિક છે. અમીર ખુસરૂ રાજકવિ હતા અને હિંદુઓ તરફ તેને ઘણુ હતી. તેથીજ તેણે હિંદુ રાજાની નિંદા કરવાના આશયથી આ કલ્પિત કથાનકને પિતાના કાવ્યમાં દાખલ કર્યું છે:
કાવ્યનું વસ્તુ સંક્ષેપમાં નીચે પ્રમાણે છે – + જુવો “રાસમાળા” નું વાક્ય ભા. ૧, પૃ. ૩૮૦
“ રાજ્ય મેળવવાના લોભ આગળ, મુસલમાન હલ્લા કરનારાઓને એક કરતાં બીજા કારણની જરૂર હોય નહી. પણ હિંદના ભાટે, રાજ્ય સંબંધી મોટી વાતને ઘર વિશેનું ખાનગી કારણ લાગુ પાડી દેવામાં આનંદ પામે છે. તેઓએ હાલના પ્રસંગને માટે પણ નીચેની વાત લખી રાખી છે.
૨૪૦