________________
નંદશકરે અને તેમના જમાના
કાળની જાહેાજલાલીની ત્રણ વાર્તાઓનાં ખેાલતાં ચાલતાં ભવ્ય પાત્રા આં પ્રસંગે સંભારવાનું મન થાય છે.
ગુણસુંદરીનું ચારિત્ર વાંચકને રૂચે એવું છે; પણ તેની તે વાત શરૂ થાય છે અને ત્યાંજ પૂરી થાય છે. માધવની પહેલાં દયા આવે છે, પણ એ દેશદ્રોહી નિવડયેા એટલે દયા કરતાં એના વિશેના તિરસ્કાર વધી જાય છે. કરણઘેલાની પાછળથી દયા આવે છે; પણ એણે તે કયું તેવું પામ્યા એટલે એને માટે દયા આવવા છતાં એના ઉપર પ્રેમ ઉત્પન્ન થતા નથી. રૂપસુંદરી, કમલારાણી અને દેવળદેવીને તે ચારિત્ર્યવાન ગણે જ કાણુ ? અલ્લાઉદ્દીન ખીલજી, મલેક કાકુર–એ તે આપણા ગુજરાતના દુશ્મન એટલે એમને માટે આદર કેવા ? શંકરદેવ, ભીમદેવ ઠીક છેઃ પણ એ કાંઇ મુખ્ય પાત્રા નથી.
“કરણઘેલા’”ના ઐતિહાસિક તંતુઓની યથાર્થતા સંબંધી કંઈક જોઇયે. લઘુકણું અથવા કણું ખીજાના નામથી વંશાવળીએમાં બતાવેલા કર્ણ દેવ સં. ૧૩૫૩માં ગાદીએ આવ્યા હતા અને સં. ૧૩૬૩માં તેનેા કાળ થયા હતા. આજ સમયમાં રચાયલા જિનપ્રભસૂરિનામાં આપ્યા પ્રમાણે અલાઉદ્દીનના લશ્કરે સં. ૧૩૫૬માં-એટલે ઇ. સ. ૧૩૦૦ની સાલમાં ગુજરાત ઉપર આક્રમણ કર્યું હતું. તે લશ્કર ઉલુઘખાન નામના સરદારની સરદારી નીચે આશાપલ્લી-આગળ આવ્યું× ચઢાઇના કારણ તરીકે–મંતી માધવપેરિઓમંત્રી માધવની પ્રેરણાને ગણાવેલી છે. એમાં મંત્રી કઇ નાતનેા હતા તે જણાવ્યું નથી. મેરુત્તુંગાચાની ‘વિરાવલ” અથવા “વિચારશ્રેણી”માં સં. ૧૩૬૦ યવનાઃ માધવ નાગર વિપ્રેણ આનીતાઃ એમ ઉલ્લેખ છે: પરંતુ અહીં આક્રમણની સંવત ખોટી છેઃ એટલે માત્ર સાંભળીને આ હકીકત મૂકવાનું સ્પષ્ટ જણાય છે.
પદ્મનાભે “ માધવ મહિનુ સાથેિ મેકહ્યુ પાસાતુ પરધાન એમ માત્ર માધવનું નામ આપ્યું છેઃ તેની નાતજાત આપી નથી. નવલરામ
..
'
* વિશેષ માટે જીએ: “ પુરાતત્ત્વ પુ ૪. ‘ ગુજરાના પહેલા સુખે’: * જૈન સાહિત્ય સ`શેાધક ખડ ૧, અંક ૭. (સ', ૧૯૭૭)ના પરિશિષ્ટમાં ‘વીર વંશાવલિ’ અથવા ‘તપાગચ્છ વૃદ્ધ પટ્ટાવલિ' ( પૃ. ૪૩) ઉપર નીચેના ઉલ્લેખ છેઃ
“અહેવઈ-ગુજજરાતિ વીસલનગરા વાડવ મંત્રી માધવભાઈ કેશવ થકી રાજા શ્રી કણ લડી નઇ. તૂકાણી રાજ્ય હુઆ......પુન: વિ. સ’. ૧૩૬૪ વર્ષિ સિદ્ધપુર-નયરિ સિદ્ધરાયકૃત સ્ટ્રાલયના છેદ .. –એમ માધવને વીસલનગરા નાગર તરીકે ઓળખાવ્યા છે.
૨૩૯