________________
ગ્રંથકાર ચરિત્રાવળી
પ્રસંગ આવતાં, જોડણીના નિયમેા ફરીથી તપાસી જવા માટે હેપ સાહેબ, મેાહનલાલ રણછેાડદાસ, મહીપતરામ તથા નંદશંકરની સમિતિ નીમાઈ હતી. પાછળથી તેમાં દુર્ગારામ મહેતાજી, કવિશ્વર દલપતરામ, કવિ નર્માંદ અને શાસ્ત્રી વૃજલાલ કાલીદાસનાં નામ ઉમેરવામાં આવ્યાં હતાં. આ કમિટીનું કામ લાંમા વખત માન્ય રહ્યું જણાતું નથી.
૧૮૬૯ માં નોંદશંકરે સુરત છેડયું: અને અંકલેશ્વર મામલતદાર તરીકે તેમની નીમણુંક થઈ. આ વખતે તેમને સતિમાં ૭ વર્ષની પુત્રી હરસિદ્યાગૌરી, પાંચ વર્ષના માર્કંડરાવ અને એક વર્ષના મનુભાઈ એટલાં હતાં.
વિનાયકરાવ, નંદશંકરના પ્રસ્થાનને ઉદ્દેશીને લખે છે “ નદ, નવલ અને નંદશંકર—ત્રણે સુરતનાં પંખેરૂ પુખ્ત થતાં, પોતપાતાના માળા ખાંધવા સુરત બહાર ઊડી ગયાં. આ માંધાં રત્ના સુરતથી નિકળી દૂર અજારમાં ગયાં ત્યારે કીંમત થઈ '',
૧૮૭૦-૭૧માં અંકલેશ્વરથી ધંધુકે મામલતદાર તરીકે બદલી થઈ. તે વખતે અમદાવાદ લગી રેલગાડી હતી. ધંધુકાનાં હવાપાણી વખાડાતા છતાં નંદશંકરને હરવાફરવાનું વધારે મળ્યું તેથી તબિયત સારી થઈ.
ધેાળકા-ધંધુકાની એમની નેાકરી દરમ્યાન, એક પ્રસંગમાં તેમની સત્યનિષ્ઠા, સ્વતંત્રતા ઇત્યાદિ વીરનરનાં લક્ષણ જણાઈ આવ્યાનું ‘સ્મરણમુકુર' કારે નોંધ્યું છે. તે વખતે હાલના ઈનકમટેક્ષનું પૂર્વાશ્રમનું રૂપ લાઇસેન્સ ટેકસ હતા. તે કરની આકારણી માસ્તરે કરેલીઃ તે કલેકટરને આછી લાગી અને માસ્તરતે હુકમ કર્યો કે વધારે આકારનું પત્રક બનાવી લાવા. માસ્તરે તરત ગૂઝામાંથી નેકરીનું રાજીનામું લખી રાખેલું તે કાઢીને મૂકયું: અને કહ્યું, ‘મારાથી ગેરવાજી આકારણી નહીં થાયઃ કલેકટર સાહેબ આ હિમ્મસનું વર્તન જોઈ અપ્રસન્ન ના થયા” (સ્મરણમુકર પૃ. ૧૧૦) ધંધુકેથી તેમની બદલી દેવગઢ બારીએ “ આસીસ્ટંટ પોલીટીકલ એજન્ટ તરીકે થઇ. બારીઆનાં પાણી પાલિયાં ગણાય છે. ત્યાંથી તેમને ખરજવાને વ્યાધિ વળગ્યા હતા. એને પેાતે ખુશમિજાજથી કહેતા કે “ એ તેા ખારીઆનું મડુ વળગ્યું છે ”.
,,
૧૮૭૫માં દેવગઢ બારિયેથી લુણાવાડે બદલી થઈ. લુણાવાડા સાથે સંથ રામપુરની વ્યવસ્થા પણ કરવાની હતી. અહીં છેકરાઓને ભણાવાની સવડ નહીં હાવાથી, તેમને ભાવનગર, છેકરાંનાં માતામહ વિદ્યારામભાઇ જે સરન્યાયાધીશ હતા તેમને ત્યાં રાખ્યાઃ અને તે૧૮૮૨ સુધી ત્યાં રહ્યા હતા.
૨૪૪