________________
નંદશંકર અને તેમનો જમાને
૧૮૭૭માં બે મહિના કામચલાઉ પોલીટીકલ એજન્ટ તરીકે વડોદરે રહેવાનું થયું હતું. કારણ કે દીલ્હી દરબારમાં રેવાકાંઠા સંસ્થાનના રાજાએને તેડીને બાર્ટન સાહેબ ગયા હતા. આ સાલમાં જ પતે “રાવ બહાદુર’ થયા.
૧૮૮૦માં લુણાવાડેથી એડમિનિસ્ટ્રેશન ઉઠતાં સ્થ જવાનું નક્કી થયું. પરંતુ એટલામાં જ તેમની માગણી કચ્છમાં દીવાન તરીકે થઈ. આ વખતે કચ્છમાં દી. બા. મણીભાઈ હતા. તેમને મેજર પીઝ જેડે ન બનતાં વડોદરે પાછા આવ્યા. એટલે નંદશંકર ત્રણ વર્ષ માટે નીમાયા.
કચ્છમાં રહી તેમણે નિશાળે સ્થાપી. લોકોને ન્યાય મેળવી આપે. રાજ્યના હિતની ખાતર અંગ્રેજ અમલદારે સાથે લડત ચલાવતાં ડર્યા નહિ.
૧૮૮૩માં મણીભાઈ પાછા કચ્છમાં નીમાયાઃ અને નંદશંકરને મુદત પુરી થતાં પહેલાં મૂળ જગાએ જવું પડયું. તેમના કામની કદર તરીકે રૂ. ૧૦) હજારનું ઇનામ તેમને કચ્છ સ્ટેટે આપ્યું.
૧૮૮૩માં ગોધરા મૂળ જગાએ આવ્યા. અહીં પંચમહાલ મેવાસમાં ફરતાં ફરતાં ઇતિહાસો ફરીફરી, ગેઝેટિયરમાંનાં લખાણને વિસ્તાર કરી ગેઝેટિયરના વ્યવસ્થાપક ઉપર મોકલી આપ્યું હતું.
૧૮૮૪માં રાજપીપળામાં જોઈન્ટ એડમિનિસ્ટર નીમાયા. ૧૮૮૯માં નાશકત્રંબકની યાત્રા કરી. ૧૮૯૦માં આંખ નબળી પડવાથી નાંદોદ છોડી, સુરત આવ્યા.
બાવીસ વર્ષના પર્યટન પછી જિજ્ઞાસુ મુસાફર કૃતકૃત્ય થઈ જન્મનગરમાં પાછો ફર્યો. તેમને “વન ” માં પ્રવેશ થઈ ચૂક્યો હતો.
૧૮૯૦ થી ૧૯૦૫ સુધી પંદર વર્ષે નિવૃત્તિ નિવાસમાં ગાળ્યો. આ વખતે સુધરાઈમાં ચુંટણીથી સભ્ય થયા, અને તેના ઉપપ્રમુખ ચુંટાયા. સુરતમાં નળ લાવવાના પ્રશ્ન માટે ખૂબ મથ્યા.
એમને વાનપ્રસ્થ સમય ગણિતના દાખલા ગણવામાં અને ભૂસવામાં તે ગાળતા હતા, જેથી બેકાર મગજ ખવાઈ નહી.
૧૯૦૫માં આ શાંત પ્રકૃતિના ગૃહસ્થનું અવસાન થયું. તેમના જમાનાના સમોવડિયા પુરૂષોની સરખામણીમાં દી. બા. રણછોડભાઈના અપવાદ સિવાય એમનું જીવન લાંબું હતું. નંદશંકર ગયાઃ પણ એમને કરણઘેલે જીવે છે અને જ્યાં સુધી ગુજરાતી ભાષા વંચાશે ત્યાં સુધી જીવશે.
મંજુલાલ રણછોડલાલ મજમુદાર
૨૪૫