________________
નંદશંકર અને તેમને જમાને
સમયની તરીકે ભ્રમથી ગૂંચવાઈ ગયેલી રાસમાળામાં પ્રચલિત થઈ છેઃ તેની તે ભૂલ ‘કરણઘેલા"માં ઊતરી આવેલી જણાય છે.
પરંતુ નંદશંકર ઇતિહાસ લખવા બેઠા નહોતા. એ તેા ઇતિહાસના પાયાવાળી નવલકથા લખવા માગતા હતા. એટલે એમને આ દોષ માટે જોખમદાર ગણવા ઠીક નથી.
કરણઘેલાનું વસ્તુ જેમ રાસમાળામાંથી મળ્યું હતું તેમ નવલરામે ૧૮૬૯માં લખેલું “વીરમતી નાટક” પણ એજ આકર ગ્રંથની મદદથી લખાયું હતું. મહીપતરામને વનરાજ ચાવડા” અને “સિદ્ધરાજ જયસિંહ” તેમાંની વાર્તાઓ માટે ‘રાસમાળા’નાં જ ઋણી છે.
‘કરણઘેલા'ની એક વિશિષ્ટ મહત્તા ગણાવી, નંદશંકરની જીવન કથાનું સૂત્ર આપણે હાથમાં લઇયે. કરણઘેલાની લેાકપ્રિયતા એટલી અધી થવા પામી કે તેના અનુકરણમાં મહીપતરામનાં ઉપર ગણાવી ગયા તે વનરાજ ચાવડા અને સિદ્ધરાજ જયસિંહ એ મધ્યકાલીન રજપૂત વંશના ચાવડા તથા સોલંકી વંશના પ્રતિહાસનાં નવલ પુસ્તકા લખાયાં હતાં: “કરણઘેલો” જેમ સમાજોપયેાગી તથા શાળાપયેાગી ઘણાં વર્ષો સુધી રહ્યા તેમ વનરાજ ચાવડા' પણ શાળાપયેાગી રહ્યા છે.
તાપણુ “કરણઘેલાનું’સફળ અનુકરણ તે અનંતપ્રસાદનું ‘રાણકદેવીનું પુસ્તક જે ૧૮૮૪માં છપાયું તે હતું:આમ જે પુસ્તક અનુકરણુ કરવા લાયક ગણાય તેની કીર્તિ આજ સુધી ચાલી આવે તેમાં નવાઇ નથી.
6
૧૮૬૮ની સાલ નંદશંકરના જીવનમાં ક્રાન્તિકારક ગણાવી જોઇયે. હાપ સાહેબે તેમની શક્તિના વિકાસ માટે તેમને કેળવણી ખાતામાંથી રેવન્યુ ખાતામાં ખેંચ્યા અને નંદશંકર માસ્તર માસ્તર' મટી જતાં, ગુજરાતે એક સારા શિક્ષક ખાયેા. તેમના પુત્ર સર મનુભાઈ—જે આ જ જીવનક્રાન્તિની સાલમાં જન્મ્યા હતા તેમના જીવનમાં પણ કાલેજના અધ્યાપકપદમાંથી રાજ્યના મહામાત્યપદ પર આવવા રૂપી પરિવર્તન થયું હતું : એક રસિક પ્રશ્ન ખડા થાય છેઃ માસ્તર સાહેબ માસ્તર રહ્યા હોત, અને પ્રેાફેસર મનુભાઈ ગુજરાતના ભાવિ વિદ્યાપીઠના આચાર્ય તરીકે કુલપતિ થયા હાત તે। ? ગુજરાતને કેટલીક પ્રેરણા તેમના સંસ્કૃત તથા સંસ્કારી જીવનમાંથી મળત-તે પ્રશ્ન આજે અનુત્તરજ રહે છે.
કેળવણીખાતાને લગતી તેમની છેલ્લી કામગીરી ૧૮૬૮માં એ હતી કે હપ વાંચનમાળા તથા ખીજાં પાય પુસ્તકાની આ સાલમાં બીજી આવૃત્તિ કાઢવા
૨૪૩