________________
ગ્રંથકાર ચરિત્રાવળી
નંદશંકરનો જન્મ સં. ૧૮૯૧ ના ચૈત્ર વદ ચોથે થયો હતો. અને સં. ૧૯૯૦ ના ચિત્ર વદ ચોથને દિવસે એમના જન્મનું સમું વર્ષ છે. નંદશંકરના સીત્તેર વર્ષના જીવનનો પૂર્વાર્ધ સુરતમાં વીત્યું હતુંઅને તે વખતે કેળવણીખાતા સાથેના તેમના નિકટ સંબંધને લીધે તેમના સંબંધી થોડી વીગતે તેમના સમકાલીનનાં ચરિત્રો ઉપરથી આપણને જાણવા મળે છે; પરંતુ પછીનાં એજન્સી તથા દેશી રાજ્યની નોકરીનાં વીસ વર્ષ અને નિવૃત્તિકાળનાં પંદર વર્ષની વીગત-નંદશંકર સુરતની સુધારક દુનિયામાંથી ખસી જવાને લીધે–આપણે બહુજ ઓછી જાણીએ છીએ.
છતાં, તેમના જીવનની અને તેમના જમાનાની રસમય વીગત તેમના ચિરંજીવ વિનાયકરાવે “ નંદશંકરજીવન ચરિત્ર” માં સેંધી છે. તેથી આપણને સારું સાધન પ્રાપ્ત થયું છે.
નંદશંકરની જીવનકથા આપણે સંક્ષેપમાં જોઈ જઈએ; અને મહત્ત્વના પ્રસંગે માત્ર સંભારીને સંતોષ માનિયે.
ઘણા મોટા માણસોની પેઠે, નંદશંકર સાધારણ સ્થિતિમાં જન્મ્યા હતા. તેમના જન્મ પછી, તેમની ત્રીજી વરસગાંઠને દિવસે જ એટલે ૧૮૩૭ માં સુરતની ભયંકર આગ થઈ હતી. સુરત બદસુરત થઈ ગયું. પુરાણ આચારવિચારને બાળી નાખનાર જે સુધારકે સુરતમાં જન્મ્યા હતાઃ તેની આગાહીરૂપ હોય તેમ, સુરતની આગથી “સેનાની સૂરત” કહેવાતું સુરત “ ત્રાંબાની સુરત” થઈ ગયું.
સુરતના પાપની ભસ્મ ન રહી જાય માટે આગ પછી તરત જ એક મેટી રેલ આવી અને આખા સુરતને જોઈ ગઈ. ખાલી ખીસે મોટાઈ રાખવાવાળાનો મદ પણ ઊતરી ગયો. તે પછી સામાન્ય વર્ગનું તે પૂછવું જ શું ? આ બનાવો પછી સુરતની સ્થિતિ બહુ દીન થઈ ગઈ.
વેપારધંધ મુંબાઈ ગયો હતો. છતાં પ્રાચીન વેપારની જાહોજલાલીને પરિણામે, તથા અધમ દશાએ પહોંચેલા નવાબના ઠાઠમાઠને પરિણામે
સુંદર, નાજુક લોક વિચિક્ષણઃ શોખી, સફાઈ કરનારા ”—આવી રીતે વર્ણવેલી સુરતી પ્રજામાં જ લહેરીપણું પેસી ગયું હતું તે છેક ગયું નહેતું નવલરામભાઈએ ગુજરાતની મુસાફરીમાં સુરતીઓ માટે લખ્યું છે કે મેળા, મેળાને વરઘોડા, નાનેરંગ ઠામઠામરેઃ હસતાં રમતાં દીસે સદા સૌઃ કરતા હશે શું કામ?—” રમિયે ગુજરાતે. એ સુરતી લાલાઓને સામાન્ય વ્યવસાય-મિષ્ટાન્નો ઉડાવવાં, નાચ રંગ કરાવવાં, નાટક ચેટક
૨૨૮