________________
ગ્રંથકાર ચરિત્રાવળી
વધારા કરતા. વળી તે સમયમાં સ્મરણ શક્તિને કસવા માટે સારા લેખકોનાં લખાણ માઢે કરાવવાના બહુ રિવાજ હતા. નાનપણમાં કરાવવામાં આવતી આ પ્રકારની ગોખણપટ્ટી સામે ઘણું ઘણું કહેવાવાં આવે છેઃ છતાં નાનપણમાં પૂરું સમજાયા વગર પણ મેાઢે થઈ ગયેલું એવું સાહિત્ય સંગ્રહ કરી રાખેલા દાણાની માફક મોટી ઉમરે બહુ ઉપયોગમાં આવે છે.
આ સમયમાં ઠેર ઠેર અંગ્રેજ અમલદારી જોવામાં આવતી; તેથી તેમને કામ આવે તેવા અંગ્રેજી ભણેલા દેશી કારકુનેાની જરૂર જણાતાં, કેળવણીની તાલીમ તે દૃષ્ટિએ અપાતી હતી.
આ વખતના અંગ્રેજ અમલદારા ખાનદાનીવાળા ભેાળા, અને સદ્ભાવ શીલ તથા ઘણે ભાગે ફેાજમાંથી લેવામાં આવતા હતા.
નંદશ’કરને ગ્રીન સાહેબના સ્વભાવ ઉપરથી અંગ્રેજોના જાતિસદ્ગુણ સંબંધી ભારે અસર થયેલી.
“ ૧૮૪૯માં ૧૪ વર્ષની વયે અભ્યાસની સાથે સાથે નીચલાં ધેારણામાં આપણા પ્રાચીન વડા નિશાળિયા ” જેવા માનીટર તરીકે શીખવવાનું કામ તેમને સેાંપવામાં આવેલું.
આ પ્રમાણે અભ્યાસ ચાલી રહ્યા હતા. એટલામાં ૧૮૫૧માં તેમને વિવાહ સેાળ વર્ષની વયે થયેા. આ વખતે નદગૌરીની તેમનાં પત્નીની વય પાંચ વર્ષની હતી !
૧૮૫૨માં પેતે મેનીટર મટી, ઉત્તર વિભાગની શાળાના સુપ્રિ. ના કારકુન થયા. તેથી પ્રતિષ્ઠા વધી તથા પગાર પણ વધ્યા. પોતે સાહેબ સાથે ડીસ્ટ્રીકટમાં જતા; અને ધોડેસ્વારી કરતા. તેમના સાહેબ ગ્રેહામે તેમને ધેડે બેસતાં શીખવેલું.
વીસમે વધે એટલે ૧૮૫૫માં તેમનાં લગ્ન થયાં: પ્રમાણમાં આ મેટી વયે થયેલાં લગ્ન કહેવાય; કારણ કે આ જમાનાના નવલરામનું પહેલું લગ્ન ૧૧મે વર્ષે અને બીજું લગ્ન ૧૪મે વર્ષે થયેલું. “બાળ લગ્ન ખત્રીશી’’ની ગરખીએ લખનાર આપણા સાહિત્ય વિવેચકને આ પ્રશ્ને કેમ અસર કરી હશે તે જાણવાની હવે વિશેષ જરૂર રહેતી નથી.
૧૮૫૬માં એક બનાવ એવા બન્યા જેનાથી ગુજરાતીઓને તેમની અસ્મિતાનું ભાન જગાડનારી વૃત્તિને ટકાર થઈ, અ. કિ. ફાસ સાહેબ ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસની રસભરી કથા પ્રાચીન રાસા ઉપરથી
૨૩૦