________________
ગ્રંથકાર ચરિત્રાવળી
અમેરીકાની લઢાઈને લીધે હીંદનું રૂ, મેંચેસ્ટરને તેજ ભાવે ખરીદવું પડયું; એટલે ભાવ વધી ગયા. વ્યાપારીઓના લોભને ભ ન રહ્યો; પરંતુ એટલામાં લડાઈ ધાર્યા કરતાં વહેલી બંધ પડી : રૂના ભાવ બેઠા : અને સટ્ટો કરનાર માર્યા ગયા. સાથે લાગાં બેંકેએ, અને પેઢીઓએ દેવાળાં કાઢયાં. હજારે રાંડરાંડની પૂંછ સટ્ટાની રેલમાં તણાઈ ગઈ. દેવાળિયાઓને અંગ્રેજી વ્યાપારી કાયદાનો લાભ મળ્યો : એટલે અપ્રમાણિક વેપારીઓને હજારો દગલબાજી સુઝી. દેશી રાજ્ય હેત તે દેવાળિયાઓને અવળી ઘાણીએ પીલત અને લોકેને સેળે સેળ આના અપાવત : પરંતુ યૂરેપની વ્યાપાર-અનીતિ મુંબઈમાં જામતી ગઈ. અને ત્યાંથી હિંદભરમાં પ્રસરી. આ આર્થિક ઉથલપાથલને લીધે જૂની પેઢીઓ ટૂટી ગઈ અને નવી તરેહની નાણાંની વહેચણી થવા પામી. જૂનાં જાળાં ખંખેરાઈ ગયાં અને નવાં બંધાયાં. માખી જેવા ભોળા લોકોને માટે, કરોળિયાની જેમ, વ્યાપારીઓ જાળ પાથરતાં શીખ્યા. - પ્રેમચંદ રાયચંદ તૂટયા તે પહેલાં ત્રણ મહિના ઉપર જ નંદશંકરની જુજ થાપણ તેમણે મોકલી આપી હતી. એટલે આ અકસ્માતમાંથી તેમને પરમેશ્વરે બચાવ્યા હતા.
આ અરસામાં નંદશંકરને કેટલાક મિત્રોના પરિચયને લાભ થયો. રા, બા. ભેળાનાથ સારાભાઈ સદર અમીન તરીકે સુરત આવ્યા. સંસાર તથા ધર્મની સુધારણા માટે આગ્રહવાળા આ અમદાવાદી નાગર ગૃહસ્થ. આદિ બ્રહ્મસમાજનું ગુજરાતી રૂપાંતર શોધવામાં તે વખતે મશગુલ હતાઃ શુદ્ધ શાસ્ત્રીય સંગીતના પણ એ ખૂબ શોખીન હતા.
અહીં સહજ જણાવી લઈએ કે નંદશંકરનું વલણ તેમના લહેરી જમાનામાં કંઈક અંશે Puritan “ચોખલિયા” જેવું હતું. તેથી ગાનારીઓના કૃત્રિમ અને અશ્લીલ સંગીતને ત્યાગ કરવા જતાં તેમણે સંગીતની કલાને જ વર્જિત કરેલી. [ ઔરંગઝેબના યુરીટન ઝનને જેમ સીતાર, સારંગી વગેરે સંગીત સાધનોને ચિતાપર ચડાવ્યાં હતાં એમ કહેવાય છે તેમ, આ જમાનામાં ગુણકાનું ગાયન સાંભળવાનું નીતિવિરૂદ્ધ ગણાવા લાગ્યું હતું. ] જેથી તેમની મિત્રમંડળીમાંના લગભગ બધા સભ્યો ઉસ્તાદી ગાયનના શોખીન હોવા છતાં, નંદશંકર તેનાથી અલિપ્ત રહ્યા હતા. વિનાયકરાવ લખે છેઃ “તેમને કોઈપણ જાતનું વ્યસન નહોતું. ન
૨૩૪