________________
નંદશંકર અને તેમને જમાને
વિચારના;, ઘરમાં કંઈ દ્રવ્ય નહીં: કંઈનું કંઈ થાય અને ભવિષ્યમાં સાસરાવાળા જોડે ટટો રાખિયે તે કેમ પરવડે ?
તેથી પિતાના વૃદ્ધ પિતાની ખાતર પિતે પરદેશ ગમન કરવાની ના પાડી હતી. એના એ નંદશંકરને ૧૯૦૭માં લગભગ બે વીશી પછી પિતાના પુત્ર વિનાયકરાવને વિલાયત મોકલવાનો પ્રસંગ આવ્યો ત્યારે પોતાની વૃદ્ધ વયે એ તેમ કરવા તૈયાર થયા હતા એટલા ઉપરથી તેમને પ્રદેશગમન પ્રત્યેનો અંગત મત જણાઈ આવે છે. એટલું જ નહીં, પરંતુ જ્યારે થોડાંક વર્ષો પછી મહીપતરામ વિલાયત જઈ આવ્યા અને પછી ન્યાતે તેમને પંકિત બહાર મૂક્યા, તે વખતે તેમને જમવા નોતરી તેમની સાથે એક પંકિતએ બેસી, એ જમ્યા હતા. અને નાતથી જુદા પડવા રૂપી પ્રાયશ્ચિત્તને રૂ. ૨૭૦૦) દંડ મહીપતરામ પાસે ભરાવવાનું કબૂલાવી, તેમને ન્યાતમાં લેવરાવવાની નંદશંકરે જ જહેમત ઉઠાવી હતી.
લગભગ ૧૮૬૭ ના મે સુધીમાં અંગ્રેજી સ્કુલના એસિસ્ટંટ માસ્તર, હેડમાસ્તર, અને ટ્રેનીંગ કોલેજના હેડમાસ્તર -એમ ચઢતા દરજાની શિક્ષકની નોકરીમાં તેમણે સમય ગાળ્યો હતો.
હેડમાસ્તર હોવાની સાથે, હોપ સાહેબ સુરતમાં જ્યારે કલેકટર થઈને આવ્યા ત્યારે તેમણે નંદશંકરને શાળા ઉપરાંત મ્યુનિસિપાલિટીના કામમાં રોક્યા હતા.
તે વખતના કામકાજમાં આજે સંભારવા જેવાં બે મહત્વનાં લોકપયોગી કાર્યો નજરે પડે છે એજ રાંદેર અને સૂરત : રન્નાદે અને સૂર્ય પુરને : જેડનારે હોપ બ્રીજ અને બીજું દીલ્હીગેટનો ધોરી રસ્તો : આ સમયનું શહેર સુધરાઈના કામકાજનું જ્ઞાન નંદશંકરને લગભગ ત્રીસ વર્ષ વાનપ્રસ્થ થઈને રહ્યા પછી, સુધરાઈના ઉપ-પ્રમુખ તથા પ્રમુખ તરીકે કામ આવ્યું હતું. તે દષ્ટિએ આ વખતને અનુભવ મહત્વનો ગણવા જેવો છે. હાલમાં સામાન્ય ગણાતા અંગ્રેજી શાળાના મુખ્ય અધ્યાપકની તે સમયની કલેકટરીમાં કેટલી ઈજજત તથા કેટલું વજન હતું તે પણ આપણને જાણવાને મળે છે.
૧૮૬૩-૬૪ નો રૂના સટ્ટાન પવન તથા લોકોની થયેલી પાયમાલી અને પ્રસિદ્ધ શેઠ પ્રેમચંદ રાયચંદની સટ્ટાના નેપોલિયન તરીકેની ખ્યાતિ એનાથી આ વખતે સુરતમાં પણ અસર થયા વગર રહી નહોતી.
૨૩૩