________________
- નંદશંકર અને તેમને જમાનો
ખાય પાન, ન પીયે બીડી, ન ખાય તમાકુ : ભાંગ શરાબ તો બીલકુલજ દૂર. માત્ર “ એ જમાનાના છાંટા મને આ ઊયા છે ''—એમ કહી - એમની તપખીરની દાબડી હસતાં હસતાં એ બતાવતા.”
શ્રી. નરસિંહરાવ પિતાના સ્મરણમુકરમાં, (પૃ. ૧૦૭) “ માસ્તર સાહેબ” એટલે નંદશંકરનું રેખાચિત્ર આમ દોરે છેઃ “રોજ સાંજે પાંચ દસ મિત્રોની બેઠક થાય. તેમાં નંદશંકર માસ્તર તકિયે બેઠેલા, તપખીરની ડબ્બીમાંથી વારંવાર તપખીર સૂંઘતા, થોડું બોલતા પણ રમૂજના પ્રસંગે માથાના છૂટા મૂકેલા વાળ સાથે ડેકુ બે બાજુ ધૂણાવીને ખૂબ હસતા, બાલવામાં તેમજ હસવામાં પણ અનુનાસિક-એવા માસ્તર સાહેબની નિખાલસ મૂર્તિ..સ્મરણમાં પ્રકટ થાય છે.”
શિક્ષણ ખાતામાં નંદશંકર હતા તે સમયમાં તેમણે “ગુજરાતમિત્ર”માં સંસાર-સુધારે તથા વહેમ ખંડન વિશે અંગ્રેજીમાં લેખો લખી, તથા ભાષણો કરી સુરતમાં સુધારા પક્ષને પોતાનાથી બનતી મદદ આપતા હતા. ફુલારાણીમાં ભરાયેલું ભૂત કાઢવા માટેનો ભુવાઓને જે ચિતાર પોતે આપે છે તે આજ જમાનાનાં દુર્ગારામ મહેતાજીનાં ભાષણોનું ભાન કરાવે છે. આજ “ગુજરાતમિત્ર માં નવલરામે “કરણઘેલા’ ઉપરનું વાર્તિક લખ્યું હતું; અને નંદશંકરે નવલરામના વીરમતી નાટકનું અવલોકન લખ્યું હતું.
નંદશંકરનાં કેળવણી ખાતાનાં છેલ્લાં ત્રણ ચાર વર્ષોની પ્રવૃત્તિઓની આપણે ઉપર નોંધ લીધી. પરંતુ તે ઉપરાંત આ અરસામાં એક એવી પ્રવૃત્તિ તેમણે આદરી જેને લીધે તેમના જીવનભર તેમજ જીવન પછી પણ તેમનું નામ ઘણાના જાણવામાં રહ્યું. - નંદશંકરના ઉપરી અધિકારી રસલ સાહેબે તેમને સૂચના કરી કે “ ગુજરાતી ગદ્યમાં વાર્તાનું એક પુસ્તક નથી તેથી તમે તે લખો.” અંગ્રેજી એફીસરને પિતાને દેશી ભાષાનો પરિચય કરવાનું સહેલું પડે તેથી તેમણે ઉત્તરહિંદમાં હિંદીમાં તથા ઉદુમાં ગદ્ય કથાઓ લખાવવાના અખતરા કર્યા હતા. તેવી જ રીતે ગુજરાતીમાં વાંચવી સરળ પડે તેવી વાર્તા લખવાની પ્રેરણા નંદશંકરને મળી.
આવી રીતે બીજાની પ્રેરણાથી લખાયેલાં પુસ્તકોની તાત્કાલિક . ખ્યાતિ તે થાય છે જ પરંતુ તે ખ્યાતિ લાંબો કાળ ટકતી નથી ? પરંતુ “ કરણઘેલા”ના કર્તાના ચિત્તમાં ગુજરાતને મધ્યકાલીન ઇતિ
૨૩૫