________________
ન'શ'કર અને તેમનેા જમાને
જોવાં, અને ઉજાણીએ ઉજવવી – એ બધાને પરિણામે દેવામાં તમેળ રહેવું; છતાં મિથ્યા કુળ મેટપનું અભિમાન રાખવું—એ ગયું નહેાતું.
ત્રીસેક વર્ષની વયે નંદશંકરે કરણઘેલા લખ્યા ત્યારે ભાગલાણની આગનું વર્ણન, મેટી હોનારત પછી થયેલી પાટણની ખરાબી, આગમાં ઘરમાં ને ઘરમાં બળી મરેલાં માણસાનાં અવગતિયાં મૃત્યુને લીધે વ્હેમીલા લેાકેાના મનમાં ઉદ્ભવેલી હજાર તરેહની ભૂત, પ્રેત, વગેરેની વાતે ચાલવા માંડેલી—તેનુંજ આછું પ્રતિબિંબ - કરણઘેલાના લેખકે પાટણનું વર્ણન કરતાં ઊતાર્યું છેઃ કેશવ મરાયા, અને ગુણસુંદરી સતી થઈ ત્યાર પછી જે પાટણની ખરાખી થઈ, તેનું આબેહુબ વર્ણન બાળપણાના સંસ્કારાને લીધેજ એ ચીતરી શકાય છે.
બાલમાનસ ઉપર છપાઇ જતી અસર મેટપણે જગ રૂપ ધરેલું નવાં જનવાં ’–તેની પેઠે નવાં નવાં રૂપ ધારણ કરે છે તેનું આ દૃષ્ટાંત છે.
<<
દશ વર્ષના થતા સુધી નંદશંકર ગોપીપરાની ગુજરાતી જે શાળા ૧૮૨૬ માં ખેલવામાં આવી હતી તેમાં શીખ્યા. તે વખતે ગુજરાતી શાળાઓમાં ગણિતનું ઊંચું જ્ઞાન-મેટ્રીક કરતાં પણ વધારે અપાતું; અને તે ગુજરાતી ભાષાદ્વારા શીખવાતું. ભૂમિતિ શીખવા માટે પણ અંગ્રેજીનું જ્ઞાન આવશ્યક ગણાયું નહતું. નામું અને અક્ષર તેા પાકાં જ થવાં જોકે એવા આગ્રહ રહેતા. માતૃભાષાદ્રારા જ શિક્ષણ આપવામાં આવે તો બાળકોને કેટલેા અમૂલ્ય કાળ બચી શકે, તેનું આ સમયની શાળાઓ ઉત્તમ દૃષ્ટાંત છે. આ શાળાઓ માટેજ ત્રિકાણમિતિના તરજુમા નંદશંકરે ગુજરાતીમાં કરેલા-તેની વાત આગળ આવશે.
૧૮૪૫ માં એટલે પોતાની દસ વર્ષની ઉમરે ત્રણ વર્ષ ઉપરેજ સ્થપાયલી અંગ્રેજી શાળામાં એ દાખલ થયા. જેમ ગુજરાતી શાળામાં માતૃભાષાદ્વારા શિક્ષણ મેળવવાનેા લાભ હતો તેમ આ વખતની અંગ્રેજી શાળામાં ઈંગ્રેજી ભાષાને અભ્યાસ કરવા માટે અંગ્રેજી શિક્ષકો મેળવવાને લાભ પણ સહજ હતા.
આ કારણથી નંદશંકર મેટ્રીકયુલેટ ન હેાવા છતાં, મુખ્ય અંગ્રેજી કવિએ અને લેખકોનાં પુસ્તકા એમણે વાંચેલાં અને સમજેદ્યાં. એમના સમયના અભ્યાસક્રમમાં બીજી એક વિશેષતા એ હતી કે, ઈતિહાસને સાહિત્યના અભ્યાસથી છૂટા પાડવામાં આવતા નહીં, તેમ થવાથી વિસ્તૃત ઐતિહાસિક ગ્રંથાજ વિદ્યાર્થીએ વાંચતા અને તે દ્વારા સાહિત્યના જ્ઞાનમાં
૨૨૯