________________
ગ્રંથકાર ચરિત્રાવળી
તેઓ કુટુંબમાંથી બહિષ્કાર થયા. છતાંયે વખત આવ્યે તેઓ પુનર્લગ્ન કરનાર યુગલ સાથે ઉભા રહ્યા, અને છેવટ સુધી તે યુગલને મદદ કરી. આમ કહેવા પ્રમાણે કરવાની તૈકારી સર્વ સુધારકોમાં હોય તે જ સુધારાનું કાર્ય સુંદર રીતે આગળ વધે. કેલવણી, વર્તમાનપત્ર, પુસ્તક, ભાષણ, અને વ્યવહારૂ દાખલા; આ એમની કાર્ય સાધવાની ઉત્તમ રીતે હતી. અદ્યાપિ પર્યત એથી બીજી રીતે આપણે જાણતાં નથી. શરૂઆતના સુધારાના પ્રમાણમાં અત્યારે ; સુધારાનાં વિષયમાં ખંત તથા આગ્રહ ઉલટાં કમતી જોવામાં આવે છે, તે બહુ જ શોચનીય છે. જાતે દુઃખ વેઠયા વિના સમાજને આગળ લઈ જવો મુશ્કેલ છે. “મહારાજ લાયબલ કેસમાં ફક્ત ૨૮ વર્ષની ઉંમરે આખા સમાજ સામે કરસનદાસે બંડ કરી, બહુ બહુ શત્રુઓ કર્યા; તે પણ તે ડર્યા નહિ. આવો આગ્રહ, અને સાચું દિલ હોય તે જ સફળ કાર્ય કરી શકાય. આ ઉપરાંત નીતિ અને ચારિત્ર્ય ઉત્તમ હતાં તેથી જ કરસનદાસ વિજયી નિવડયા. આપણા આગેવાનો ચારિત્ર્યવાન હોવા જ જોઈએ.
સાહિત્ય સેવા સુધારાનાં ઉત્તમ કાર્યો કરવા ઉપરાંત, તે સમયમાં ગુજરાતી સાહિત્યની સેવા પણ કરસનદાસે જેવી તેવી કરી નથી. તેમણે રચેલાં પુસ્તકોની નીચેની યાદી ઉપરથી તેમનું તે વિષયનું કાર્ય જોઈ શકાશે.
૧. ઈગ્લાંડમાં પ્રવાસ, ૨. પ્રવાસપ્રવેશક, ૩. નીતિવચન, ૪. સંસાર સુખ, ૫. કુટુંબમિત્ર, ૬. ગુજરાતી અંગ્રેજી કોષ, ૭. મહારાજ લાયબલ કેસને હવાલ, ૮. વેદ ધર્મ, ૯. દેશાટન વિશે નિબંધ, ૧૦. નીતિ સંગ્રહ, ૧૧. નીતિ બેધક (પત્રિકા), ૧૨. રામમોહનરાય (પત્રિકા), ૧૩. સુધારે અને મહારાજ (પત્રિકા),૧૪. અમૂલ્ય વાણ–સર ચાસબાર્ટલ કાયરનું ભાષણ, ૧૫. નિબંધ માળા. આ ઉપરાંત “સત્ય પ્રકાશ ”ના અધિપતિ ૧૮૫૫ થી ૧૮૬૦; રાસ્તગેડફતારના અધિપતિ ૧૮૬૦ થી ૧૮૬૨; “સ્ત્રીબોધ'ના
અધિપતિ ૧૮૫૯ થી ૧૮૬૧. વળી મહારાજ લાયબલ કેસ અંગ્રેજીમાં પણ તેમણે પ્રસિદ્ધ કર્યો હતો. આવી દીર્ઘ સેવા સાહિત્યની તેમની હતી.
કેશવપ્રસાદ છોટાલાલ દેસાઈ
૨૧૨