________________
ગ્રંથકાર ચરિત્રાવળી
છેવટ
66
કરસનદાસને હરસનું દરદ હતું, આ દરદ ૧૮૭૧ ના ઓગસ્ટમાં ઉપયુ. લીંમડીના વૈદ્યદાકતરાનાં એસડ તેમણે કર્યાં; પણ કોઇ રીતે ફાયદા થયા નહિ. તેથી તેમણે રાગની હકીકત મુંબઈના દાકતર આત્મારામ પાંડુરંગ ઉપર માકલી અને પેાતાના મિત્ર શેઠ સારાબજી શાપુરજી બંગાળી ઉપર કાગળ લખ્યા. આ કાગળમાં લખ્યું છે કેઃ “ પરમેશ્વરની ખુશી મને તેના હજુરમાં ખેલાવી લેવાની હશે તે મને નક્કી છે કે તમે મારા કુટુંબને સંભાળશેા. તેમની જ્ઞાતિ સંબંધી અડચણા દૂર કરવાનું કાર્ય પણ હું તમને સાંપુંછું; પરમેશ્વર તમને એમાં સાહે કરશે. મારી શરીરની નબળાઇ ઉપર નજર કરીને આમ લખવું પડે છે. ’ આ ઉપરથી એમ લાગે છે કે કરસનદાસ ચેતી ગયા હતા કે મંદવાડ ભયંકર છે. દાકતર આત્મારામ લીંબડી જઈ શક્યા નહિ તેથી શેઠે સારાએ ખીજા કામેલ દાકતર પાંડુર’ગ ગાપાળને માકલ્યા. તે લીંબડી પહોંચ્યા ત્યારે રાગ જ વધી ગયેા હતેા અને કાંઇ ઉપાય થઈ શકે તેમ હતું નહીં, કરસનદાસને તાત્કાળિક જરા હીંમત આવી; પણ પોતાના અંતકાળ નજદીક છે એમ તો જાણી ગયા. તેમણે લીંબડીના પારસી દાકતર તથા કેટલાએક મિત્રાને નજદીક ખેાલાવી કહ્યું કે, “ ભાઇ, મારા મરણની ક્રિયા મારાં સગાં જે પ્રમાણે કરવા માગે તે પ્રમાણે કરવામાં તમે વાંધા લેશે માં. મારે ગુસાંઈ મહારાજો તથા વૈષ્ણુવા સાથે કાંઇ પણ વેર નથી. મે તેમના ભલા સારૂ તથા સુધારા સારૂ મહેનત કરી. મારા સામાવળીઆને હું માફ કરૂં છું. મારા મરણુ પછવાડે આ તમે જાહેર કરજો.”
ત્યારબાદ બીજે દિવસે વળી તખીયત વધારે બગડી. આ ઉપરથી દાકતર પાડુરંગને પાસે ખેલાવી કહ્યું કે, “મેં મારૂં વસિયતનામું કર્યું છે, અને મારી મીલકત સબંધી ઠરાવ કર્યાં છે. હવે હું એટલું જ ઇચ્છું છું કે મારા મિત્રાને મારી છેલ્લી સલામ કહેજો. હું ધારું છું કે મે મારા એછા જ્ઞાનવાળા દેશીભાઈ એ પ્રતિ મારી ફરજ બજાવી છે. એમ કરવામાં મે કાષ્ઠને મારા દુશ્મન કર્યાં હોય તે તેમ કરવાને મારા હેતુ નહાતા. સારૂં અને પરાપકારી કામ કરતાં તેમ થયું એ માટે પરમેશ્વર પાસે હું જ્ઞાન અને દયા માગું છું. મારા મિત્ર અને શત્રુ એને માટે હું પ્રાર્થના કરૂં છું કે તેમના ઉપર કૃપા કરે.” આ પછી ખીજે દિવસે એટલે તા. ૨૮ મી ઓગસ્ત
૧૧.