________________
કરસનદાસ મૂળજી
આ
તેઓએ બહુ સારી મદદ કરી. કરસનદાસના મૂળથી અભિપ્રાય એવા હતા કે બ્રાહ્મણ, વાણીઆ વગેરે જ્ઞાતિમાં વિધવાને કરી પરણવાની મના છે તે ગેરવાજબી છે. એથી અનીતિ, ગર્ભપાત, અને બાળહત્યા થાય છે. વળી હિંદુશાસ્ત્રામાં વિધવાપુનગ્નની છુટ છે. માટે અત્યારની વિધવાલગ્નની બંધી ન્યાય, વિવેક, અને શાસ્ત્ર વિરૂદ્ધ છે. પ્રથમ તેમણે તથા તેમના મિત્રોએ એક બ્રાહ્મણ વિધવાનું પુનર્લગ્ન કરાવ્યું હતું. તેમાં પુનઃલગ્ન કરનાર મૂર્ખ નીકળવાથી તેમની હાંસી થઈ હતી; છતાં તે કાંઈ નિરાશ થયા નહાતા. કપોળ વાણીયાના શેઠ અને મુંબઇના નગરશેઠના ધરતી કન્યા બાઇ ધનકાર પરણ્યા પછી ઘેાડા વખતમાં વિધવા થઇ. મેટા વૈભવમાં ઉછરેલી બાળાને, તેથી ઘણું જ દુઃખ પડયું. અને ફરજીયાત વૈરાગ્ય પાળવાથી તેની માનસિક અને શારીરિક સ્થિતિ બહુજ ખરાબ થઈ ગઈ. તેમનાં બધાં ઓળખીતાંએ આ બાઇની દયા ખાતાં હતાં; પણ દુષ્ટ રૂઢિના ત્રાસમાંથી તેને છેડવવાની કોઈની હિંમત નહેતી. તેમની આ સ્થિતિ જોઇને શેઢ માધવદાસ રૂગનાથદાસના મનમાં દયા ઉત્ત્પન્ન થાં. તેમની સ્ત્રી ગુજરી ગઈ હતી. એટલે તેમણે નિશ્ચય કર્યો કે ગમે તેટલું દુઃખ પડે તે સહીને પણ ધનકાર સાથે પુનઃગ્ન કરવું. કરસનદાસની તેને પુરી હુંફ હતી. તેને મદદ કરવા કરસનદાસ ખાસ લીંમડીથી મુંબાઈ આવ્યા હતા. પ્રથમ માધવદાસે ધનકારને સાખીત કરી આપ્યું કે પુનર્લગ્ન શાસ્ત્ર વિરુદ્ધુ નથી. મહામહેનતે આ વાત તે દુઃખી ખાઈના લક્ષમાં ઉતરી. ત્યાર પછી તેએએ લગ્ન કરવાનું નક્કી કર્યુ. કરસનદાસે તે માટે બધી ગેાઠવણ કરી. લેાક તાફાન ના કરે તેટલા બંદોબસ્ત કરી લગ્ન જાહેરમાં જ કર્યાં. આ બનાવથી મુંબઈના વાણીયામાં હાહાકાર થઈ ગયા, અને કરસનદાસને મારવાની તજવીજ પણ થઇ. પરંતુ સદ્ભાગ્યે કરસનદાસને કાંઈ જ નડતર થયું નહિ. આ જોડાને કરસનદાસે બહુ જ હિંમત અને સલાહ આપવા માટે લીંમડીથી કાગળા લખ્યા હતા. તે મરણુ પર્યંત તેમના સાચા મિત્ર રહ્યા હતા. તેમની ન્યાતે આ જોડાને નાત બહાર કર્યું હતું; પણ કરસનદાસની તેમને જબરી એથ હતી. પુનર્વિવાહના સબળથી માધવદાસે વેપારમાં નાણાં સંબંધી હરકત પડવાનેા સંભવ જણાયાથી કરસનદાસને તેમને રૂપિયા ચાર હજાર ધીર્યાં હતા. આ રીતે આ લેાકેાને તેમણે તન, મન અને ધનથી પૂર્ણ મદદ કરી હતી. સંસાર સુધારાની બાબતમાં કરસનદાસનું આ છેલ્લું કાર્ય હતું.
૨૭
૨૦૯