________________
નર્મદજીવનની રૂપરેખા
નર્મદજીવનની સ્પરેખા
[ ઈ. સ. ૧૮૩૩–૧૮૮૬ ] મધ્યકાલીન યુગમાં પદ્ય સાહિત્યના સર્જન દ્વારા ગુજરાતી ભાષાને સ્થિર સ્વરૂપ આપી જે અક્ષય કીર્તિ પ્રેમાનંદ પ્રાપ્ત કરી છે તેવીજ અક્ષય કીર્તિ આપણા નવીન ગદ્ય સાહિત્યની શૈલીને રૂઢ સ્વરૂપ આપી કવિ નર્મદાશંકર લાલશંકર દવેએ પ્રાપ્ત કરી છે. પ્રાચીન ગુજરાતી સાહિત્યને યુગ દયારામને હાથે પૂરો થતાં, નવીન યુગને આંકનાર ને ઘડનાર નર્મદાશંકરનો જન્મ ઇ. સ. ૧૮૩૩માં સુરતમાં થયો હતે. એમની જ્ઞાતિ વડનગરા નાગર બ્રાહ્મણની. એમના પિતાનું નામ લાલશંકર પુરૂષોતમ દવે. એમની માતાનું નામ નવદુર્ગા. લાલશંકર લહીઆનો ધંધો કરતા હતા. મુંબાઈની સદર અદાલતમાં એમણે કારકુની કરી હતી.
પાંચ વર્ષના નાના નર્મદે સુરતમાં ગામઠી નિશાળમાં પ્રાથમિક અભ્યાસ શરૂ કર્યો. ૧૮૪૪માં એમની માતાનું મરણ થયું. આજ વર્ષમાં ગુલાબ નામની કન્યા જોડે એમનું પ્રથમ લગ્ન થયું. ૪૫માં એ મુંબાઈ જઈ માધ્યમિક કેળવણી માટે એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં દાખલ થયા. નર્મદનું વિદ્યાથી જીવન તેજસ્વી હતું. સ્વર્ગસ્થ વિદ્વાન અને ભાષાશાસ્ત્રી ડૉ. રામકૃષ્ણ ભાંડારકર એના સહાધ્યાયી હતા. એમણે કૅલેજની પ્રવેશક પરીક્ષા પસાર કરી. ભાષા ઉપર એમણે સબળ પ્રભુતા મેળવી.
૫૧ માં જુવાન નર્મદે સુરત પાછા આવી ઘર માંડયું. આજ વર્ષથી અમદાવાદના કવીશ્વર દલપતરામ સાથે એને આળખ થવા માંડી, પર માં એ રાંદેરમાં માસ્તર થયા. બીજે વર્ષે એમની પત્નિ ગુલાબને સ્વર્ગવાસ થયો. આ વખતે સુરત નાનપુરામાં પંદર રૂપીઆની માસ્તરની નોકરી એ કરતા હતા.
નર્મદની મહત્ત્વાકાંક્ષાને આરો નહતો. ફરીથી એ મુંબાઈ ગયો. અઢાર વર્ષના એ યુવકે ત્યાં “બુદ્ધિ વર્ધક સભા” સ્થાપી. સ્વદેશ, પ્રેમ, ધર્મ, સાહસ, ઉદ્યોગ હુન્નર અને વિદ્યાકળા ઉપરનાં એનાં પ્રોત્સાહક ભાષણોએ સભાને ગજવી મૂકી. ફરી એક વાર કોલેજનો અભ્યાસ જારી રાખવા એણે કમ્મર બાંધી, પણ વર્ષ પૂરું થાય તે પહેલાં તે તેને છેલ્લી સલામ એને કરવી પડી.
૨૧૩