________________
કરસનદાસ મૂળજી
૧૮૭૧ ને દિવસે સવારે તેમને પ્રાણુ ગયો. આ સમયે તેમની ઉંમર ફક્ત ૩૮ વર્ષની હતી. એમના મરણની ખબર થતાં જ આખું લીમડી ગામ શોક કરવા લાગ્યું અને જાણે કોઈ પિતીકું જ માણસ મરી ગયું હોય એવી લાગણી દરેક જણને થઈ કાઠીયાવાડના પિલીટીકલ એજંટે તથા સરકારે જણાવી એમને છેલ્લું માન આપ્યું.
એમના મૃત્યુબાદ ભલા શેઠ સોરાબજી શાપુરજી બંગાળીએ એમના કુટુંબની સંભાળ લીધી અને એમનાં પત્નીની ઘણીજ મરજી હોવાથી એમના કુટુંબને તેમની નાતમાં લેવાની પણ ગોઠવણ કરી આપી. કરસનદાસ તે જીવતાં સુધી નાત બહાર જ હતા. જોકે રાજકોટ અને લીંબડિીમાં વણિકે અને શ્રાવકે ઉઘાડી રીતે તેમની સાથે જમતા હતા, અને વરામાં પણ તેમને નોતરતા હતા. કરસનદાસના સ્મારક માટે મુંબાઈમાં ટીપ પણ થઈ હતી. તેમનાં નાણું મુંબઈ યુનિવસીટીને સોંપાયાં છે, અને તેમાંથી દરવર્ષે ગ્રેજ્યુએટ પાસે સુધારાને લગતા વિષય ઉપર નિબંધ લખાવી ઉત્તમ નિબંધ લખનારને “ કરસનદાસ મૂળજી સ્મારક ઈનામ” આપવામાં આવે છે. પરંતુ એમનું ખરું સ્મારક તે એમણે કરેલાં કામ તથા લખેલાં પુસ્તક છે. સુધારા માટે એમણે મહેનત કરી આત્મભોગ આપ્યા હતા, તેની કદર કરી તેમણે શરૂ કરેલા સુધારાઓ આપણે પુરા કરવા જોઈયે તથા તેમનાં લખેલાં પુસ્તકે ફરી પ્રસિદ્ધ કરી લેકમાં ફેલાવવાં જોઈયે.
ઉપસંહાર ૧૮૩ર થી ૧૮૭૧ સુધી કરસનદાસને જીવન સમય હતો તેમાં ૧૮૫૭ થી ૧૮૭૧ એટલે ફક્ત વીસ વર્ષ તેમણે કર્તવ્ય જીવન ગાળ્યું, છતાંયે તેઓ ખંત, ઉદ્યોગ, આત્મગ અને સાચા દિલને લીધે કેટલું બધું કાર્ય કરી શક્યા !! વિદ્યાર્થી અવસ્થાથી જ તેઓ જાહેર પ્રશ્નો વિચારતા થયા હતા. સામાજીક દુષ્ટ રૂઢિ પ્રત્યે તે સમયથી જ તેમને તિરસ્કાર ઉત્પન્ન થયો હતો, અને તેની સામે તેમણે લડત આરંભી હતી દેશાટન વિષેના તેમના તે સમયના નિબંધથી તે પ્રત્યે લોકરૂચી ઉત્પન્ન થઈ હતી. વળી બલવા પ્રમાણે કરવા માટે તેઓ હંમેશાં તૈયાર હતા, તે તેમને એક ખાસ અનુકરણીય ગુણ હતા. દેશાટનના ગુણ ગાયા અને પિતે દેશાટન કર્યું. વિધવા પુનર્લગ્નનો અપ્રસિદ્ધ લેખ લખવા માટે