________________
નંદશંકર અને તેમને જમાને
નંદશંકર અને તેમને જમાને પ્રવાસમાં આગળ વધનારને હમેશાં વનરાજ સિંહની જેમ પાછળ પણ અવલોકન કરવાની જરૂર પડે છે, કે મજલ કેટલે આવી ? ચીલો તે ભૂલ્યા નથી ? બીજા સાથીઓ કયાં છે ? એ સૌ કેટલે આવ્યા છે ?
આવા આવા પ્રશ્નો વર્ષે વર્ષે કે સિકે સંકે વિચારી શકાય એવા ઉદ્દેશથી જીવનના અનેક પ્રદેશોમાં પ્રવાસ ખેડતા પુરૂષસિંહોની જયંતિઓ તથા શતાબદીઓ ઊજવવાની સ્કૂતિદાયક પ્રથા, દુનિયાના બધા સુધરેલા દેશોમાં અસ્તિત્વમાં આવી છે. આપણે ત્યાં પણ લોકનાયકે, દેશસેવક, આચાર્યો વગેરેની જયંતિઓ ઊજવીને વીરપૂજા વ્યક્ત કરવાની પદ્ધતિ ઈતિહાસની છે.
કારણ કે ઈશ્વરની સૃષ્ટિમાં અસંખ્ય માણસે જન્મે છે. એ બધાની જયંતિ આપણે નથી ઉજવતા; પરંતુ જેમના જીવન હસ્યને આપણું હદયમાં ઉદય થયો હોય તેમની જ જયંતિ આપણે ઉજવિયે છિયે. કેમ કે કરોડો લોકોનું જીવન તો આવેલો દિવસ જેમ તેમ કરીને પૂરો કરવામાં જ વીતે છે. તેથી, માનવ જાતિના વિકાસમાં આડે આવતા અસંખ્ય અંતરાય સામે ઝઝનાર, અને વિષમ પરિસ્થિતિ ઉપર વિજય મેળવનાર માનવ વીરોની સંખ્યા બહુ જ અલ્પ હોય છે. આપણે એવા લોકોની જ જયંતિ ઉજવિયે છિયે.
અથવા બીજી રીતે કહિયે તો આપણી જયંતિઓ આવા મહાન પુરૂષોના શ્રાદ્ધને દિવસ છેઃ શ્રાદ્ધ એટલે શ્રદ્ધા વડે ભૂતકાળને જીવતે રાખવાનો એક અપૂર્વ ઉપાય. એ પુરૂષોત્તમોને થઈ ગયે આજે અનેક વર્ષો વિત્યા છતાં, હજી આપણે તેમની પાસેથી પ્રેરણા લઈયે છિયે, સ્કૂર્તિ લઈયે છીએઃ અખંડ સેવાની દીક્ષા લઈયે છિયે. અને આ રીતે તેવા મહાન પુરૂષોને આપણે આપણામાં જીવતા રાખિયે છિયેઃ આ શ્રાદ્ધ ક્રિયા મૃત વ્યક્તિને અમર કરે છે તેને દેવકેટિમાં મૂકે છે : અને એવા અમર મહાજન પાસેથી આપણને આશીર્વાદ મેળવી આપે છે.
આવી જયંતિઓ દ્વારા વીરપૂજા એટલે સંસારના ગમે તે ક્ષેત્રમાં વિજય મેળવનાર વીર પુરૂષ પાસે પ્રેરણા મેળવવાની જે વૃત્તિ તેને સારું પિષણ મળી શકે છે. અને તેથી વીરનાં વીરકર્મમાંથી પ્રેરણા, ઉત્સાહ અને
૨૧૯