________________
નંદશંકર અને તેમનો જમાને
પાણીમાં પડેલા પદાર્થ ઉંચા નીચા થઈ ઝેલાં ખાઈ, આખરે પિતાના ગુરૂત્વના પ્રમાણમાં અમુક સ્થળે સ્થિર થાય છે. કેટલાક તળિયે બેસે છે ? કેટલાક અધવચ રહે છે : અને કેટલાક સપાટી પર તરતા રહે છે : પુસ્તકોની બાબતમાં પણ આવો જ કઈક નિયમ હોય એમ જણાય છે.
કેટલાંક પુસ્તકો છેડો કાળ “વાહ વાહ' બોલાઈ, પછીથી વિસરી જવાય છે. ત્યારે કેટલાંક પ્રજાની દૃષ્ટિ આગળ સર્વદા રહીને વાંચનારને આનંદ આપે છે કેટલાંકને ફરી ફરી વાંચતાં તેમાં નવો નવો આનંદ સ્કુરે છે. એટલે જેમ પદાર્થ માટે તેમ પુસ્તક માટે : તે કઈ જગાએ સ્થિર થશે, કિયું પદ પ્રાપ્ત કરશે તેનો નિર્ણય સમયને આધીન છે. ક્યાં કયાં પુસ્તકે કાળરૂપી અગ્નિની આંચમાંથી બચી શકે છે અને તેના ઉપર વર્તમાનકાળની શિષ્ટતાની classicalની મહોર-છાપ પડે છે તે પણ, આપણે તેમના જમાનાના રાગ દ્વેષથી ખૂબ દૂર હોવાથી આવી જયંતિઓ દ્વારા વિચારી શકિયે છિયે.
એક સામાન્ય નિયમ છે કે મનુષ્ય જીવનનું બંધારણ તેના જન્મ વખતની પરિસ્થિતિ તથા વાતાવરણ ઉપર ઘણે આધાર રાખે છે. ઘણા અંશે માનવી પિતાના જમાનાનું જ નિખાલસ પરિણામ હોય છે. તેથી ગ્રંથકારને સમય, કૌટુંબિક સંસ્કાર, તેમના સમકાલીન, વગેરે જ્ઞાન તેમનાં લખાણો સમજવામાં તેના બહુ ઉપકારક થાય છે.
ગુજરાતમાં અંગ્રેજી અમલની શરૂઆતમાં અને મરેઠી, નવાબી તથા મોગલાઈના સંપૂર્ણ અસ્તકાળમાં નવાં યુગ બળો ગુજરાતીઓના જીવનને હચમચાવી રહ્યાં હતાં, તેવા વખતમાં-એ પણ એક આકસ્મિક યોગ હતો. કે નવાં નવાં ક્ષેત્રોમાં પ્રારંભનું ખોદકામ કરવા માટે, કેટલાક ખાસ માણસોએ જન્મ લીધો હતે.
ઓગણીસમી સદી શરૂ થતાં જ પેશવાઈને સૂર્ય આથમે અને સને ૧૮૧૮માં પેશવાના સીધા વારસ તરીકે અંગ્રેજોએ ગુજરાતને કબજે લીધે અને ગુજરાતના ઇતિહાસમાં એક નવો યુગ શરૂ થયો. પ્રારંભના બે દસકાના ગાળામાં જન્મેલા નિશાળ ખાતાના શ્રીગણેશ બેસવા સાથે જોડાયેલા રણછોડદાસ ગિરધરભાઈ ૧૮૦૩માં, પ્રાથમિક કેળવણી તથા વહેમ ખંડનના અગ્રણી દુર્ગારામ મહેતાજી ૧૮૦૯માં, ડેપ્યુટી રા. સા. ભોગીલાલ ૧૮૧૮ માં, ગુજરાતમાં શાસ્ત્રીય સંગીતના અભ્યાસની પહેલ કરાવનાર સંગીતશાસ્ત્રી
૨૨૧