________________
ગ્રંથકાર ચરિત્રાવળી
યાન ત્યાંના લોકોને તેમને સારો પરિચય થયો હતો. તે વખતે રાજકોટની “વિદ્યા ગુણ પ્રકાશક સભા”માં “કાઠિયાવાડને સુધારવાને શા શા ઉપાય કરવાની જરૂર છે” એ વિષય ઉપર તેમણે ભાષણ પણ આપ્યું હતું. આ રીતે તેમને ત્યાં થોડી ઘણી ઓળખાણ થઈ હતી. રાજકોટને રાજા બાળવયમાં હોવાથી બધે કારભાર પોલીટીકલ એજટના હાથમાં મૂકાયો હતે. કરસનદાસ મૂળજી ત્યાં આગળ આસિસ્ટંટ સુપરિન્ટેડટ નિમાયા. (ડિસેંબર, ૧૮૬૭).
રાજકોટને કારભાર તેમણે બહુ સારી રીતે ચલાવ્યો હતો. પ્રથમ લાંચીયા માણસને દૂર કર્યા. પછી ઉપજની અંદરજ ખર્ચ થાય તેવી વ્યવસ્થા કરી. પિલિસનો બંદોબસ્ત કર્યો. રાજકોટ ગામમાં તથા પરામાં ભાકટ બંધાવ્યાં. પુસ્તકાલય અને વાચનગ્રહ સ્થાપ્યાં. નિશાળ માટે મકાનો બંધાવ્યાં. આ સાથે ગામની વિદ્યાવૃત્તિને પણ પિવી. વળી “વિદ્યાગુણ પ્રકાશક સભામાં ભાષણ અને ચર્ચાઓ કરવા ઉપરાંત એક ચોપાનીયું કાઢવાની વ્યવસ્થા પણ કરી. ૧૮૬૯માં “પાખંડ ધર્મખંડન નાટક” તથા
સંસાર સુખ ” એ બે પુસ્તકો એમણે મુંબાઈમાં છપાવી પ્રકટ કર્યો. “પાખંડ ધર્મખંડન નાટક” રેવાકાંઠે રહેનાર કઈ દામોદર ભટ્ટ મૂળ ૧૬૩ માં સંસ્કૃતમાં લખ્યું હતું. એમાં વલ્લભાચાર્યના પંથની અનીતિનો ચિતાર છે. “સંસાર સુખ” માં “સ્ત્રીબેધ” માસિકમાં કરસનદાસે જે લેખ લખ્યા હતા તે સુધારી વધારીને છપાવ્યા હતા. તે ૧૮૬૦ માં પ્રથમ છપાવેલું તે ખપી જવાથી આ તેની બીજી આવૃત્તિ કાઢી. એમાં ઘરગg વાતોથી સંસારના રિવાજોને તાદશ ચિતાર આપી તેમાં સુધારો કરવા તરફ લોકેનું ધ્યાન દોરવા યત્ન કર્યો હતે.
૧૮૭૦ માં કરસનદાસ લીમડીની વધારે પગારની જગા ઉપર ગયા. હોદ્દો તે ત્યાં પણ તે જ હતો. અહીં પણ તેમણે રાજ્યને બંદોબસ્ત સારે કર્યો અને ઘણું લોકપ્રિય થયા. વળી કેલવણને ઉત્તેજનનાં કાર્યો કર્યા, નિશાળોને મદદ કરી તથા પુસ્તકાલયોને પણ મદદ આપી. લીમડીમાં આવ્યા પછી તેમણે ફક્ત એકજ પુસ્તક પ્રગટ કર્યું. જુદાં જુદાં વર્તમાનપત્રો અને ચોપાનીયામાં તેમણે જે નિબંધ લખેલા તેને સંગ્રહ આ પુસ્તકમાં છે. ૧૮૬૦ ની સાલ સુધીનાં તેમનાં લખાણોને આમાં સમાવેશ થયેલ છે. છેતેઓ લીમડીમાં હતા તે દરમિયાન સંસારસુધારાના એક મોટા કાર્યમાં