________________
કરસનદાસ મૂળજી
જશે. તેથી તેમણે બ્રાહ્મણે ઉપર હુમલો કર્યો, અને કહ્યું કે જે બ્રાહ્મ
એ શિવપ્રસાદ લીધે તે ભરડા થઈ ગયા. આ સાથે વૈશ્નવોને આજ્ઞા કરી કે એ બ્રાહ્મણો હવે ગોરપદે રહી શકે નહિ. ગોરપદું જાય તે બ્રાહ્મણની આવક જાય. આમ હોવાથી બંને પક્ષે જાહેરમાં લખાણ કરવા માંડયું. આ તકને લાભ સુધારક વૈશ્નએ લીધો. અને શેઠ લક્ષ્મીદાસ ખીમજી વગેરે વૈશ્નવોએ મંદિરમાં અમુક સુધારા થાય તો જ મહારાજને આ ઝગડામાં મદદ કરવાનું વચન આપ્યું. મહારાજેને આ વાત ગમી તો નહિ, પણ તેમની મદદની જરૂર હોવાથી કબૂલ કરી. આમ છતાં એક શરત એવી કરાવી કે બધા સુધારા એક વર્ષ પછી અમલમાં આવે, અને ત્યાં સુધી બધો વાત ગુપ્ત રાખવી. સુધારકો પુરતા જેરમાં નહિ હોવાથી તેમણે આ શરત કબૂલ રાખી, પરંતુ બ્રાહ્મણને બહિષ્કાર કરાવવાની વાતમાં મહારાજે ફાવ્યા નહિ. એટલે તેમણે એક ગરીબ ભિખારી બ્રાહ્મણને ઉભું કરી તેની પાસે સમસ્ત બ્રાહ્મણ કોમ તરફથી માફી મંગાવી, અને પોતે માફી બક્ષી.
આ સમયમાં મહારાજે ઉપર “સત્યપ્રકાશે” નિડરતાથી ઘણું જ સખ્ત લખાણ લખવા માંડયું. “સત્યપ્રકાશ” નાં લખાણો શુદ્ધ બુદ્ધિથી, ધર્મ સુધારણા માટે લખાતાં હતાં. પરંતુ મહારાજે તે પિતાની રીતે સુધારવા જરાયે તૈયાર નહોતા. તેથી તેમણે સુધારાવાળા સામે સખ્ત લખાણ લખવાની ગોઠવણ કરી. “ ચાબુક ” નામે પારસી અઠવાડિક પત્ર હતું, તેના માલિકને પૈસા આપી સુધારાવાળાઓ સામે ઝુંબેશ ચલાવી. તેમની તરફેણમાં દલીલો તો હતી નહિ. એટલે તેમણે ગાળોને આશ્રય લીધે, અને લખતાં લખતાં હદપાર ગાળો લખી. પરિણામે “ચાબુક” સામે બદનક્ષીની ફરિયાદ મંડાઈ. મહારાજેએ તેના માલિકને કયો લઢવાના પૈસા આપ્યા નહિ, અને આ બિચારો ભાડુતી લેખક મહાસંકટમાં આવ્યું. અંતે તે વિફર્યો અને બચાવમાં તેણે મહારાજે સામે સાક્ષી સમન કાઢયા. મહારાજે કોર્ટમાં જવા રાજી નહોતા. કોર્ટમાં જવું પિતાના પદને શોભે નહિ એમ તેમનું માનવું હતું. વળી કોર્ટમાં ગમે તેવા પ્રશ્ન પુછાય તે પિતાનું પિકળ ખુલ્લું પડી જાય એ પણ તેમને ડર હતા તેથી તેમણે મંદિરનાં દ્વાર બંધ કરી દીધાં અને બેલીફને પેસતાં અટકાવ્યો. દ્વાર બંધ થયાં એટલે આસ્તિક વિશ્વનાં દર્શન પણ બંધ થયાં,
૧૯૭