________________
ગ્રંથકાર ચરિત્રાવળી -
રાજ પાસે પુષ્કળ ધન હતું, અને અનુયાયીઓની સંખ્યા પણ બહુ મોટી હતી. આમ છતાં કરસનદાસે તે જાહેર કર્યું કે મે જે લખાણ લખ્યું છે તે સત્ય જ છે, અને આ દાવાના બચાવ હું કરીશ.
આ ઉપરથી જદુનાથજી ખીજી તજવીજમાં પડયા. કરસનદાસને કાઈ સાક્ષી મળે નિહ તેની તજવીજ તેમણે કરવા માંડી. તેમની સૂચનાથી કેટલાએક ભાટીયાના આગેવાનેએ તેમનું મહાજન એકઠું કર્યું અને તેમાં એવા ઠરાવ પસાર કરાવ્યા કે મહારાજની સામે કાઈ ભાટીયાએ સાક્ષી પૂરવી નહિ, અને જે પૂરે તેને ધારા મુજબ નાત બહાર મૂકવા. આ ઠરાવ ઉપર સહીયેા લેવાનું શરૂ થયું. બહુ બહુ દબાણથી ઘણા ‘માણસની સહીએ તે ઉપર લેવાઇ. આ ઠરાવ અને તે ઉપર લેવાયલી સહીઓને એક જ અથ થાય કે કરસનદાસને સત્ય ન્યાય મળવા દેવા નહિ. આ પ્રમાણે ન્યાયના કાŚમાં અડચણ નાંખવી તે કાયદા પ્રમાણે એક અપરાધ છે. તેથી કરસનદાસે ભાટીયાના એ શેટીયા અને ખીજા સાત આગેવાના એમ કરીને નવ જણા ઉપર ન્યાયમાં વિઘ્ન કરવાના ગુન્હા સારૂ ફોજદારી મુકમા માંડયે। આ મુકમા ‘ભાટીયા કાન્સ્પીરસી કેસ” ને નામે પ્રસિદ્ધ છે. આ ઉપરથી બધા ભાટીયાએ કરસનદાસ ઉપર બહુ જ છેડાઈ પડયા, પરંતુ તે કાંઈ ડર્યાં નહિ. એક બે વખત તે તેમના ઉપર હુમલા પણ થયા હતા; પરંતુ પોલિસની મદદથી કરસનદાસ બચી શકયા હતા. આ કેસમાં બધા જ ગુન્હેગારા તકસીરવાર દર્યાં અને એ શેઠીયાઓને હજાર હજાર રૂપિયા દંડ થયા તથા ખીજાએના તેથી એ દંડ થયા. દંડની રકમમાંથી એક હેાર રૂપિયા કરસનદાસને ખર્ચ પેટે મળ્યા. આ કેસમાં કરસનદાસને કુલ ખર્ચ ચાર હજાર રૂપિયાનું થયું હતું. આ રીતે આ બાબતને તે અંત આવ્યા; પણ મૂળ કયેા તા હજી ઉભા જ હતો.
મૂળ કયા આપણે જોઈ ગયા તેમ જદુનાથજીમહારાજે કરસનદાસ ઉપર બદનક્ષીની ફરીયાદ માંડીને પચાસ હજાર રૂપીયાની નુકશાની માગી હતી તે હતા. કરસનદાસે જણાવ્યું કે પાતે ગુન્હેગાર નથી અને ખચાવમાં પેાતાનું અચાવનામું રજુ કર્યું. આ રીતે મામલા રસ ઉપર ચઢયા. જદુંનાથજી ખીજા મહારાજે કરતાં હીંમતવાન હતા અને કેટ માં હાજર રહેવાને પણ તે ડર્યાં નહિ. ધામધુમથી પોતે સાક્ષી આપવા ગયા હતા. હજારો વૈશ્નવા કાર્ટીમાં તેમનાં દર્શન કરવા આવ્યા હતા. મહારાજ કચેરીમાં આવતાં
૨૦૨