________________
કરસનદાસ મૂળજી
પરંતુ કરસનદાસે જદુનાથજી મહારાજને ઝંપવા ના દીધા. સભામાં ઉભા થયેલા મુદ્દા તેમણે “સત્યપ્રકાશ” માં ચર્ચાવા માંડ્યા અને તેના ઉત્તર જદુનાથજી મહારાજે જુદા જુદા પત્રો મારફતે આપવા માંડયા. મૂળ ચર્ચાનું સ્વરૂપ બદલાઈ ગયું અને “મૂળ હિંદુધર્મ અને હાલના પંથે” એ વિષે ચર્ચા ચાલી. સુધારાવાળા નાસ્તિક, પાખંડી અને ધુતારા છે, એ જદુનાથમહારાજે હુમલો કર્યો. તેના ઉત્તરમાં સુધારાપક્ષે એમ ચર્ચા કરવા માંડી કે હિંદુધર્મ પ્રમાણે કળિયુગમાં ઉત્પન્ન થયેલા પંથે પાખંડી છે, તે પંથેના ગ્રંથે ખોટા છે, અને તેના આચાર્યો ધૂતારા છે; વળી જે પંથના આચાર્યો અનીતિમાન હોય તે પંથે અનુસરવા યોગ્ય હોય જ નહિ.
“સત્યપ્રકાશ” માં વિશ્વવ ધર્મ ઉપર સખ્ત ઝપાટા આવતા હતા, અને તેના જવાબો જદુનાથજી “સ્વધર્મવર્ધક” માં આપતા હતા. ૧૮૬૦ ના સપ્ટેમ્બખ્ખી ૧૬ મી તથા ૨૯ મી તારીખના “સ્વધર્મવર્ધક” માં જદુનાથજી મહારાજે સુધારાપક્ષ ઉપર ઘણો જ સખ્ત હુમલો કર્યો. આને ઉત્તર કરસનદાસે ૨૧ મી ઓકટોબરના “સત્યપ્રકાશ” માં તેટલી જ કડક રીતે આપ્યો. “પ્રાચીન હિંદુ ધર્મ' એ મથાળા નીચે તેમણે એવો લેખ લખ્યો કે વલ્લભસંપ્રદાય જડમૂળથી જ ઉખડી જાય. તેમાં એમ જણાવ્યું કે આ સંપ્રદાય અનીતિમય છે અને તે અનીતિને ગેકુળનાથજીના મૂળ ગ્રંથને ટેકે છે. આ વાત એ ગ્રંથમાંથી ઉતારા આપીને સાબિત કરી આપી હતી. ગુરૂ અને સેવકીઓને સંબંધ અનીતિને ઉત્તેજક છે માટે તે નાબુદ કરવાની તેમણે સલાહ આપી, અને છેવટે જદુનાથજી મહારાજને તેમણે વિનંતિ કરી કે ગોકુળનાથજીનો ગ્રંથ રદબાતલ કરવો. આખું લખાણ ઝાળ લાગે તેવું હતું પણ સત્ય હતું અને સદ્દબુદ્ધિથી લખાયેલું હતું.
સત્યપ્રકાશ” માં લખાયેલ સખ્ત લેખનું વેર લેવાનો નિશ્ચય જદુનાથજી મહારાજે કર્યો. સને ૧૮૬૧ ના મે માસની ૧૪ મી તારીખે તેમણે હાઈકોર્ટમાં કરસનદાસ મૂળજી સામે પિતાની આબરૂને, તે લેખથી નુકશાન કરવાને દા માંડ્યો અને નુકશાની માટે રૂ. ૫૦૦૦૦) માગ્યા. આ દાવો
મહારાજ લાયબલ કેસ' નામે મશહુર થયે, તેજ છે. મહારાજના મનમાં તે એમજ હતું કે આ મેટી રકમના દાવા માત્રથી જ કરસનદાસ નરમ થઈ જઈ પગે પડતે આવશે. કારણ કે તેમની પાસે ધન નહોતું. વળી આ સમયે તેમની ઉંમર માત્ર ૨૮ વર્ષની જ હતી. આથી ઉલટું મહા