________________
ગ્રંથકાર ચરિત્રાવળી
જદુનાથજી મહારાજ સુધારા પક્ષના છે. ખરું જોતાં તો એ પણ મસ્ત અને અનીતિમાન હતા; પણ મુંબઈમાં તેની માહિતી નહતી. આથી સુધારા વાળા તથા જુના મતના બધા જ તેમને મંદિરે જવા લાગ્યા. તેવામાં મંગળદાસ કન્યાશાળામાં ઇનામ આપવાને મેલાવડ થવાનો હતો, તેનું પ્રમુખ પદ તેમને લેવા વિનંતિ થઈ તે તેમણે સ્વીકારી, અને ભરસભામાં ઇનામ વહેંચી આપ્યાં. આ ઉપરથી સુધારાવાળા ફુલાયા અને “સત્યપ્રકાશ” માં કરસનદાસે પણ તેમનાં વખાણ કર્યાં.
આ દરમિયાન દુર્ગારામ મહેતાજીને લીધે સુરતમાં વિધવા પુનર્લગ્નની ચર્ચા ઘણી સખ્ત ચાલતી હતી. તેઓ એમ કહેતા હતા કે સ્મૃતિશાસ્ત્રમાં વિધવાઓને ફરી લગ્ન કરવાની છુટ આપેલી છે. મુંબઈમાં એમ વાતા ચાલી કે જદુનાથજી મહારાજ અંદરખાનેથી વિધવા પુનર્લગ્નમાં સંમત છે. મુંબાઈમાં આ બાબતની ચર્ચા કવિ નર્મદાશંકરે ઉપાડી. જદુનાથજી મહારાજે પણ કહ્યું કે શાસ્ત્રમાં રજા હોય તો વિધવા પુનર્લગ્ન ભલે કરે; પણ રજા છે કે નહિ, એ બાબત પોતાનો મત દર્શાવ્યો નહિ. મુંબાઈમાં જુના મતવાળાની સંખ્યા વધારે એટલે તેમને નાખુશ કરવાની ઇચ્છા જદુનાથછની થાય નહિ. પરંતુ કવિ નર્મદ તે ખાઈપીને તેમની પાછળ લાગ્યા, અને આ વિષયમાં શાસ્ત્રાર્થ કરવા માટે સભા ભરવાની માગણી કરી, અને કહ્યું કે શાસ્ત્રમાં પુનર્લગ્ન કરવાની રજા છે તે હું સાબીત કરી આપીશ.
જદુનાથજી મહારાજે આ નોતરું કબૂલ રાખ્યું અને સભા બોલાવી, કવિ નર્મદાશંકર પિતાના સોબતીઓ, કરસનદાસ મૂળજી, કરસનદાસ માધવદાસ, દાકતર ધીરજરામ દલપરામ, મથુરાદાસ લવજી વગેરેને લઈને તેમજ શાસ્ત્રનાં પુસ્તકો સાથે રાખીને સભામાં ગયા. જદુનાથજી મહારાજ તે પાકા હતા. શાસ્ત્રાર્થનું જોખમ ખેડવા તેઓ નહોતા માગતા એટલે તેમણે એક તરકટ રચ્યું. કવિ નર્મદાશંકરને તેમણે પહેલો જ પ્રશ્ન પૂછો કે તમે વેદશાસ્ત્રોને ઈશ્વરકૃત માને છે કે નહિ ? આ પ્રશ્નને હેતુ સુધારવાળાઓને સામાન્ય લોકોની નજરમાં હલકા પાડી નાંખવાનો હતો. પણ ભેળા કવિ તથા ઉત્સાહી સુધારક યુવકે તે કાંઈ સમજયા નહિ. તેઓએ પિતાને ખરે મત જણાવ્યું તેનો સામાન્ય લોકોએ એવો અર્થ કર્યો કે આ લોકોને તે હિંદુધર્મમાં જ શ્રદ્ધા નથી. અને આ ઉપરથી આખી સભા જ આ બાબતસર વિખરાઈ ગઈ. આ રીતે આ મહારાજે પિતાની ચાલાકી બતાવવી શરૂ કરી.