________________
ગ્રંથકાર ચરિત્રાવળી
અને દર્શન વિના અન્ન જળ ન લેવાનો નિયમ ઘણું સ્ત્રી પુરૂષોને હતે. તેથી સર્વત્ર હાહાકાર થઈ ગયું અને સુધારાવાળાને પુષ્કળ ગાળો પડવા માંડી. બધાં ભક્તજનોએ મહારાજને કાંઈક તોડ આણવા આજીજી કરવા માંડી. એટલે મહારાજેએ ભક્તો પાસે એક “ ગુલામી ખત” કરાવી લીધું. આમાં વૈશ્નવોએ નીચેનાં કામ માથે લીધાં:
મહારાજે કોર્ટમાં જવાથી મુક્ત થાય તેવાં પગલાં તાબડતોબ લેવાં. આ માટે રૂ. ૬૦૦૦૦) નું ફંડ કરી વિલાયત બારિસ્ટર મેકલવાનો વિચાર તેમણે કર્યો હતો.
મહારાજે સામે કોઈ પણ માણસ ફરીયાદ માંડે ત્યારે વૈશ્નવોએ સાક્ષી પૂરવા જવું નહિ.
કોઇપણ હિંદુ મહારાજે સામે લખાણ કરે તો તેને તાબડતોબ તેની નાની બહાર મૂકી દે.
કોઈ પણ બીજા ધર્મને માણસ મહારાજ ઉપર સમન્સ કાઢે તે તેની કેઈ પણ ઉપાયે પતાવટ કરાવી દેવી. * આ ખત ઉપર મરજી કે કમરજીથી ઘણીજ સહી થઈ. દરેક કુટુંબમાં કોઈને કોઈ માણસ ચુસ્ત વૈશ્નવ હોય એટલે જેઓ પિતે સહી કરવા નહેતા ભાગતા તેઓ ઉપર મા, સ્ત્રી, કે બહેનનાં દબાણ આવ્યાં અને ભલભલા સુધારક કહેવાતા વિશ્વની સહી પણ થઈ ગઈ.
કરસનદાસની હીંમતની કસોટીને આ સમય હતો. ગુલામીખતમાં નાતબહાર મૂકવાની જે કલમ હતી તે કરસનદાસને માટે જ હતી એમ સૌ જાણતા હતા. કરસનદાસના મદદ કરનારા અને મિત્રોએ પણ તેને તે સંબંધી ચેતવણી આપી અને થોડા સમય મહારાજે સામે ન લખવા સલાહ આપી. તે લોકે નાત બહાર રહેવા જરાયે તૈયાર નહોતા. મહારાજ પક્ષ તો ઘણાજ ઉત્સાહમાં આવી ગયું હતું. તેમને ખાત્રી હતી કે હવે “સત્યપ્રકાશ” તેમની વિરુદ્ધ લખી શકશે નહિ જ. આની ખાત્રીની સાથે દરેક જણે રવિવારના “સત્યપ્રકાશ” ની વાટ આતુરતાથી જેવા માંડી. - કરસનદાસે બધી વાતને વિચાર કર્યો. મિત્રોની ચેતવણી, પિતાના માથા ઉપર ભય તેમજ પિતાની ખરી ફરજ : આ સર્વ બાબતને વિચાર તેમણે પૂર્ણ ગંભિરાઈથી કર્યો. અંતે તેઓ એવા નિશ્ચય ઉપર આવ્યા કે આ પ્રસંગે નબળાઈ બતાવવાથી સુધારાના પક્ષને અતિશય નુક
૧૯૮