________________
ગ્રંથકાર ચરિત્રાવળ
તીને સુયાગ થઈ સુંદર સેવા થતી હતી. પરંતુ આ સમયમાં સર ટી. સી. સેાપ કરસનદાસના કેલવણી સંબંધી કામથી સંતુષ્ટ થયા અને ડીસાની અંગ્રેજી નિશાળના માસ્તરની જગાયે તેમને નિમ્યા, કરસનદાસ ડીસા ગયા ત્યારે સત્યપ્રકાશ મહીપતરામ રૂપરામ નીલકને સાંપ્યું. છ મહિનામાં મહીપતરામ પણ મુંબાઇ છે।ડી ગયા એટલે ઝવેરીલાલ ઉમિયાશકર યાજ્ઞિકના હાથમાં તે આવ્યું. પરંતુ એટલામાં તે। કરસનદાસ પાછા મુંબાઈ આવ્યા અને તેમણે ‘ સત્ય પ્રકાશ ’પેાતાના હાથમાં લીધું.
'
ડીસામાં કરસનદાસ ફકત દસ મહિનાજ રહ્યા હતા. ત્યાં તેમની તબિયત બગડી અને ગેારા દાકતરે માંસ ખાવાનું કહ્યું. પરંતુ પ્રાણ જાય તે પણ અભક્ષ્ય ભેાજન નહિ કરૂં એમ તેમણે કહ્યું. મુંબાઇ દવા કરાવવા માટે તેમણે રજા માગી; પરંતુ તે ગેારા દાક્તરે સર્ટીફિકેટ આપવા ના પાડી. કરસનદાસ રાજીનામું આપી મુંબાઇ ચાલી ગયા, અને ત્યાં જ પેાતાને પ્રિય ઉઘમે। આદર્યાં. કરસનદાસ સુધારાના હિમાયતી હતા; પરંતુ ઘણા જ ધર્મિષ્ઠ હતા તે આ ઉપરથી જણાઈ આવે છે. એએ ધમાધ નહેાતા, પણ ધર્મવિહિન તેા નહેાતા જ એક નાના બનાવ આ વખતે બન્યા તેથી પણ કરસનદાસ સિદ્ધાંતને વળગી રહેનારા હતા તે જોઈ શકાય છે. ૧૮૫૭ની સાલમાં કરસનદાસે ત્રીજીવારનાં લગ્ન કર્યા. એમની પ્રથમ બન્ને પત્નીએ ગુજરી ગઈ હતી. આ વખતે તેમણે જરીના જામા પહેરી ઘેાડે બેસવાની ના પાડી. સાસરીયાંએ ધમકી આપી કે ચાલુ રીવાજ નહિ પાળા તે વેવિશાળ તોડીશું. પરંતુ કરસનદાસ તા પોતાના વિચારમાં મક્કમ જ રહ્યા અને સાદા પહેરવેશમાં પગે ચાલતા જ ગયા. જો કે આથી ભાંજગડ થઈ; પરંતુ મિત્રા વચ્ચે પડવાથી અંતમાં સલાહ થઈ. આ વાતથી કરસનદાસની જાહેર હિંમત તથા મક્કમતા જણાઇ આવે છે.
66 સત્યપ્રકાશ સમાજ સુધારાની ચર્ચા તેા કરતું જ હતું. તેવામાં વળી એક નવી બાબત ઉપર લખવાને પ્રસંગ આવ્યો. ગામાંઇજી મહારાજો તથા બ્રાહ્મણેા વચ્ચે ઝગડા થયા. વૈશ્નવ દિામાં છપ્પનભેાગ થતા હતા તેમાં મહારાજોને સારા તડાકા પડતા હતા. બ્રાહ્મણા પણ તેથી લેાભાયા અને તેમણે પણ ભૂલેશ્વર શિવમંદિરમાં છપ્પનભાગ કર્યાં. મહારાજોએ જાણ્યું કે બ્રાહ્મણેા આમ કરશે તે આપણું આકર્ષણ ઓછું થઈ
૧૯૬