________________
ગ્રંથકાર ચરિત્રાવળી
નામે લુંટતા હતા તે અધેર કર્મને તેમણે જાહેર તિરસ્કાર કર્યો, એ તિરસ્કાર રોષથી, જુસ્સાથી, અને કડવાં વચનથી કરસનદાસે કર્યો, પણ તે કરવામાં તેણે કાયદાની મર્યાદા ઓળંગી નથી; માત્ર જાહેર લેખક તરિકેની પોતાની ફરજ બજાવી છે. વળી વાદી જદુનાથજી મહારાજ પોતે કરસનદાસની સાથે બીજા પત્રો દ્વારા વિવાદમાં ઉતર્યા એટલે તેમનું નામ આગળ આવ્યું, અને અનીતિમાન ગુરુ તરીકે તેઓ જાહેર થયા તેમાં કરસનદાસની કસુર નથી. વાદીને વિષે કરસનદાસે જે લખ્યું છે તે દૂમલો નથી પણ માત્ર અંતઃકરણથી દીધેલી સાચી શિખામણ છે; એટલે તે બદનક્ષી ગણવી જોઈએ નહિ.
અંતે ચુકાદામાં એમ થયું કે કરસનદાસે મહારાજની આબરૂને હાનિ કરી નુકશાન પહોંચાડયું માટે પાંચ રૂપીયા નુકશાનીના આપવા. બાકીના બધા મુદાઓમાં કરસનદાસની જીત થઈ અને કજીયાનું આખું ખર્ચ રૂ. ૧૧૫૦૦) તેમને મળ્યા છતાંયે બીજા રૂ. ૧૫૦૦) તેને વધારે થયા હતા. તેમજ “ભાટીયા કનસ્પીરસી કેસ’માં પણ રૂ. ૧૦૦૦ તેમને થયા હતા; એમ રૂ. ૨૫૦૦)નું ખર્ચ તેમને શીર પડયું. જદુનાથજી મહારાજને તે બધા મળીને રૂ. ૫૦૦૦૦) નું ખર્ચ થયું કહેવાય છે. પરંતુ તેઓ ધનવાન હતા અને ધનવાન શિષ્યને ગુરૂ હતા, એટલે એ ખર્ચ તેમને સાલે નહિ. આથી ઉલટું કરસનદાસને તે રૂ. ૨૫૦૦) નું ખર્ચ પણ ઘણું ભારે હતું. આ સમયે સર મંગળદાસ નથુભાઈ તથા શેઠ ગોકળદાસ તેજપાળ વગેરે સુધારક ગૃહસ્થાની તેમને મદદ ના હોત તો તેઓની સ્થિતિ કફોડી થઈ જાત.
આ કેસથી તથા તે સંબંધીના “સત્ય પ્રકાશ”ના લખાણથી ધર્મમાં ચાલતા ઢગ લોકોમાં પ્રસિદ્ધ થયા અને અંતે તેમાં ઘણું ઘણું સુધારા થયા. હજી સુધી એ લેક બુદ્ધિને ઉપયોગ ધર્મની બાબતમાં કરતા નથી તથા રૂઢિ અને ધર્મને સેળભેળ રાખે છે, તેમ ઘણું ઢંગમાં માને છે, એ વાત ખરી છે; છતાંયે “મહારાજ લાઈબલ કેસ” પછી કાંઈક જુદા જ યુગ શરૂ થયો. કરસનદાસ પોતે કાંઈ ધર્મ સુધારક કે ધર્મતત્ત્વવેત્તા નહોતા. એ એ તો ફક્ત સમાજ સુધારક અને નીતિ પ્રેમી ગૃહસ્થ હતા. પણ જે આ સમયે મુંબાઇના ગુજરાતીઓમાં કેાઈ ધર્મસુધારક કે તત્ત્વજ્ઞાની હતા, તે આ ચળવળથી વધારે લાભ થઈ, કદષ્ટિ કાયમને માટે કાંઈક જુદી દિશાએ રાત.