________________
કરસનદાસ મૂળજી
કરસનદાસે આ કેસનો પુરો હેવાલ અંગ્રેજીમાં પ્રસિદ્ધ કરી દરેકે દરેક વર્તમાન પત્ર ઉપર મોકલ્યા. વળી વર્તમાન પત્રોએ પોતે પણ આ કેસ ઉપર સપપ ટીકાઓ કરી. કરસનદાસે ૨૧ પત્રોમાંની ટીકાઓ હેવાલને અંતે ઉતારી પણ છે. આ રીતે આથી લોકજાગૃતિ બહુ સારી થઈ. આ રીતે ૨૮ વર્ષના યુવકે આ મહાભારત કાર્ય કર્યું.
કરસનદાસની જીવાઈ કાંઈ “સત્ય પ્રકાશ” માંથી નીકળે તેમ હતું નહિ. પેટને માટે તો તેઓ હજી કેટની બ્રાંચ સ્કુલમાં નેકર જ હતા. આ બ્રાંચ સ્કુલ એલફીનસ્ટન ઈન્સ્ટીટયુટની શાખા હતી. ૧૮૫૯માં તેમણે “નીતિવચન ” નામે પુસ્તક પ્રસિદ્ધ કર્યું. તેમાં તેમણે જુદા જુદા પત્રોમાં લેખ લખ્યા હતા તેનો સંગ્રહ કર્યો હતો. તેની ભાષા સરળ અને સચોટ હતી. તેમજ તેમાંના લેખે ધર્મ તથા નીતિને પોષક હતા. આ ઉપરાંત તેમણે ગુજરાતી અંગ્રેજી કોષ પણ રચવા માંડે. મહારાજ સાથેના ઝગડા સમયે તે કામ અધુરું રહ્યું હતું. પણ ત્યાર પછી તરત જ તે કામ પૂરું કરીને તે કે તેમણે પ્રસિદ્ધ કર્યો. (ઈ. સ. ૧૮૬ ૦ ) આ સમય પછી કરસનદાસની વૃત્તિ પરદેશ ગમન કરવાની થઈ. પરદેશ જનારાને હજી નાતા તરફને ત્રાસ હતો. વળી રા. મહીપતરામ રૂપરામ નીલકંઠ વિલાયત જઈ આવ્યા હતા. તેમને તેમની નાતે નાત બહાર મૂક્યા હતા. તેમને તે નાત જોડે રંટ પણ નહોત; પરંતુ મહારાજ સાથેના કજીયાને લીધે કરસનદાસના તે ઘણાયે વેરી બન્યા હતા. આમ છતાં કરસનદાસ તેથી ડરે તેમ ન હતા. શેઠ કરસનદાસ માધવદાસ તરફથી પોતે નોકરી લઈને ઈગ્લેંડ જવા નીકળ્યા (૧૩ મી માર્ચ, ૧૮૬૩). આ પ્રસંગે સેંકડે કહેવાતા સુધારકે તેમને વળાવવા બંદર ઉપર ગયા અને મોટા આનંદના ષોથી વિલાયત જનારને શાબાશી આપી.
કરસનદાસ વિલાયત ગયા તો ખરા પણ તેમને ફેફસાંનું દરદ હતું. સાત માસમાં ત્યાં તેમની તબિયત સુધરી, પણ દાક્તરેએ એમ જણાવ્યું કે શિયાળામાં વિલાયતમાં રહેવાથી તેમની તબિયત બગડશે, તેથી તેઓ પાછા ફર્યા. તેઓ પાછા ફર્યા તે વખતે એમને હીંમતે આપનાર વીર સુધારકેમાંના કેઈની હીંમત તેમની સાથે બેસીને ભોજન લેવાની હતી નહીં. પ્રથમ તે તેમની નાતે તેમને નાતબહાર મૂક્યા. ફક્ત એક બહાદુર મિત્ર-કરસનદાસ માધવદાસ-વચનને સાચે રહ્યા. તે અતિ ધનવાન હોવાથી
૨૦૫