________________
કરસનદાસ મૂળજી
સઘળા વૈશ્નવે ઉભા થઈ ગયા. આવા લાગવગવાળા અને પૈસે ભરપૂર માણસ સામે બાથ ભીડવા માટે કાંઈ જેવીતેવી હીંમતની જરૂર નહેાતી. પણ ઉત્સાહી કરસનદાસમાં સત્ય સિદ્ધાંત ખાતર લઢવાની હીંમત જોઇએ તેટલી હતી, અને તે આ ખાલી ભપકાથી ડરી જાય તેમ નહતા. કામાં મહારાજની આગળ એ ચેામદાર ચાલતા હતા. બાજુમાં શેઠ વરજીવનદાસ માધવદાસ વગેરે માટા વૈશ્નવ, તેની પાછળ નાના વૈશ્નવઅને તેમની પાછળ નાકરા; એમ સ્વારી કા માં પધારી હતી.
6
જેને આ કેસની હકીકત વિગતવાર વાંચવી હેાય તેણે મહારાજ લાઇબલ કેસ' વાંચવા. કરસનદાસે પોતાના બચાવમાં આઠ વાતે। જણાવી હતી. તેમાંની મુખ્ય એ હતી કે વલ્લભાચાયા પથ આધુનિક છે અને પ્રાચીન વેદધર્મની વિરુદ્ધ છે. વળી ‘સત્યપ્રકાશ'માં મહારાજોની અનીતિ સંબંધી જે લખ્યું છે તે ખરૂં છે, અને કાયદા પ્રમાણે તે પ્રકટ થઇ શકે તેવું છે. બધા મળીને આ કેસ પાછળ ૨૪ દિવસ થયા. પુષ્કળ સાક્ષીએ તપાસાયા અને કાયદાની પણ પુષ્કળ દલીલેા થઇ. અનીતિ વૈષ્ણવ ધર્મમાં છે, અને જદુનાથજી મહારાજ પોતે અનીતિ કરે છે, એ એ બાબતે તા મહારાજની પોતાની ઉલટ તપાસ ઉપરથી જ સાબિત કરી શકાઈ. વળી દાક્તર ભાઉ દાજીની જુબાની ઉપરથી પણ મહારાજ અનીતિમાન છે, તે વાતને ટેકા મળ્યા. વલ્લભાચાર્યના ‘સિદ્ધાંત રહસ્ય’ નામે ગ્રંથ ઉપર ગેાકુળનાથજીએ ટીકા કરી છે તે ઉપરથી તથા વૈષ્ણવ ભજનામાંથી એમ સાબિત થઇ શક્યું કે તે ધર્મમાં અનીતિને પોષક તત્ત્વા છે.
આ કેસમાં એ ન્યાયાધિશ હતા, અને બન્ને જણે જુદા ચુકાદા આપ્યા છે. ચુકાદા લખાણ અને દલીલોથી ભરપુર છે. એ ન્યાયાધિશામાં એક બાબતમાં મતભેદ થયા. મુખ્ય ન્યાયાધિશે એમ ઠરાવ્યું કે પ્રસિદ્ધ કરેલા લેખમાં મહારાજને હાનિ પહેાંચે તેવી તેની નિંદા છે. ખીજા ન્યાયાધિશે એમ કહ્યું કે મહારાજને હાનિ પહોંચે તેવું લખાણ હોય પણ તે લખાણ સત્ય હાય, અને તે પ્રસિદ્ધ કરવાના કરસનદાસને હક્ક હોય તેા પછી તે ગુનેહગાર ના કહેવાય. આ ન્યાયાધિશના મત પ્રમાણે કરસનદાસે આ બાબતની પૂરી તપાસ કરીને, એ વાત સાચી છે તેની ખાત્રી કરીને તેમજ અનીતિ અટકાવવાની પોતાની કરજ માનીને, આ સંસારમાં થતા મેટા પાપ ઉપર હુમલા કર્યાં; ગુરુએ પથના લેાકેાની વહુએટીએની લાજ ધર્મને
૨૦૩