________________
ગ્રંથકાર ચરિત્રાવળી
બુદ્ધિવર્ધક સભા” ખાસ જુદી સ્થાપી. કરસનદાસ આ બન્ને સભાએમાં ભાગ લેતા હતા.
બુદ્ધિવર્ધક સભા”માં વખતો વખત સુધારાના કોઈ કોઈ વિષયો ઉપર નિબંધ વંચાતા હતા, અને તે પ્રસંગે સભાસદો ઉપરાંત બહારના ગૃહસ્થને પણ આમંત્રણ આપવામાં આવતાં હતાં. ૨૨ મી ઓગષ્ટ ૧૮પર ને દિવસે કરસનદાસે આ સભા સમક્ષ “દેશાટન” વિષે નિબંધ વાંચ્યો હતે. આ નિબંધ “બુદ્ધિવર્ધક સભા” ના અંક બીજામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતું. કરસનદાસનું આ પ્રથમ જાહેર કાર્યું હતું. આ ભાષણ, તેમાંની દલીલ માટે તથા વાંચવાની છટા માટે પણ, તે સમયે વખણાયું હતું. આ ભાષણમાં બે દૃષ્ટિબિંદુથી ચર્ચા કરવામાં આવી હતી. એક તો આર્થિક દૃષ્ટિયે પરદેશગમન બહુ જ અગત્યનું છે અને તે માટે યુવકોને ઉત્સાહિત કર્યા હતા. અને બીજું દેશાટન કરવામાં શાસ્ત્રનો વાંધો નથી તેથી જ્ઞાતિઓ તરફથી દેશાટણ કરનારને પજવણી થવી જોઈએ નહિ. * આ સમયમાં “જ્ઞાન પ્રસારક મંડળીના સભાસદોનું ધ્યાન હિંદુઓની બાળવિધવાનાં દુઃખો તરફ દોરાયું. સુરતમાં દુર્ગારામ મહેતાજી તેમનાં દુઃખ દૂર કરવા તનતોડ મહેનત કરતા હતા. મુંબઈમાં પણ કોઈ દયાળુ પારસી ગૃહસ્થ તે સંબંધી કઈ ઉત્તમ નિબંધ લખે તેને રૂ. ૧૫૦ નું ઇનામ આપવા બતાવી. “જ્ઞાનપ્રસારક મંડળીના મંત્રીએ તે માટે જાહેરાત કાઢી. અને કરસનદાસે તે નિબંધ લખવા તૈયારી કરવા માંડી. આ અરસામાંજ કરસનદાસનાં જુવાન કાકી વિધવા થયાં હતાં. તેથી ચુડીકમ અને કેશવપનની દુષ્ટ ક્રિયા સમયે જે ત્રાસ થાય છે તે તેમના જેવામાં પ્રત્યક્ષ આવ્યો, અને તેમણે લખવા માંડેલા નિબંધમાં તેનું વર્ણન તાદશ આપવામાં આવ્યું હતું. આ નિબંધમાં વિધવાઓનાં ફરી લગ્ન કરવાની તરફેણમાં તેમણે મત જાહેર કર્યો હતો. આ લેખ કરસનદાસની કાકીના ઘરમાં એક માણસ રહેતા હતા તેના જોવામાં આવ્યો. એ માણસ સારો નહોતો અને એમના ભદ્ગમ કાકાને તેણે કુલક્ષણે ચઢાવ્યા હતા. તે સદાચરણી કરસનદાસથી ઘણોજ કરતા હતા. તેથી કરસનદાસ સામે તેમનાં કાકીને ચઢાવી મુકવાને આ લાગ તેણે જોયું. તેણે નિબંધ ચેરીને તેમની કાકીને વંચાવ્યો, અને કહ્યું કે આ તે તમારા ઉપર જ લખાય છે. આ ઉપરથી કરસનદાસને તેમની કાકીએ ઘરમાંથી કાઢી મૂક્યા, અને તેમના નિબંધો નાશ કર્યો.
૧૯૪