________________
કરસનદાસ મૂળજી
કરસનદાસ મૂળજી
આ પ્રસિદ્ધ, નિડર અને આગ્રહી સુધારકનો જન્મ મુંબાઈમાં ઈ. સ. ૧૮૩૨ માં થયો હતો. તેઓ જ્ઞાતિએ કળ વાણીયા અને ધર્મે વૈષ્ણવ હતા. તેમનું મૂળ વતન મહુવા પાસે વડાળ ગામમાં હતું; પરંતુ તેમના વડવાઓ મુંબઈ આવીને વસ્યા હતા.
ફક્ત સાત વર્ષની કુમળી વયમાં તેમનાં માતા મરણ પામ્યાં અને એમના પિતાએ બીજીવાર લગ્ન કર્યું. આ બનાવથી એમને માતા અને પિતા બેઉનાં લાલન પાલન ગુમાવવાં પડયાં, અને તેઓ મોસાળમાં જ ઉછર્યા. ત્યાં તેમની સંભાળ મુખ્યત્વે તેમની માશી તથા માની કાકીએ કરી. ઓ કાકી પણ વિધવા હતાં અને કરસનદાસની સંભાળ ખાસ રાખતાં હતાં.
તેમણે ગુજરાતીનો અભ્યાસ પૂરો કર્યા પછી એલફન્સ્ટન ઇન્સ્ટીટયુટમાં અંગ્રેજીનો અભ્યાસ કરવા માંડયું હતું. ત્યાર બાદ કોલેજમાં દાખલ થવાનો તેમને વિચાર થયો; પરંતુ પૈસાની તાણ પડવાથી તેમણે નોકરી સાથે ભણવાનો વિચાર કર્યો. પરંતુ તેમાં સફળ થયા નહીં, તેથી છેવટે પૈસા ભરીને કૉલેજમાં દાખલ થયા. ત્યાં એક વર્ષ પછી તે ર્કોલરશીપ મળી એટલે તેમનું કામ સરળ થઈ ગયું.
આ અરસામાં એટલે ઈ. સ. ૧૮૫રમાં મુંબાઈના વાતાવરણમાં સારી જાગૃતિ જોવામાં આવતી હતી. શરૂઆતની અંગ્રેજી કેળવણીનાં શુભ પરિક ણામ સર્વત્ર નજરે પડતાં હતાં. તે વખતના અંગ્રેજ વિદ્યાગુરુઓ પાઠશાળામાં શિક્ષણ આપવા ઉપરાંત જ્ઞાન વધારવા માટે વિદ્યાર્થીઓને વાંચન સભાઓ અને ચર્ચા સમાજે સ્થાપવા ઉશ્કેરતા હતા, તેમજ વિદ્યા પ્રસારનું વ્યવહારું કાર્ય કરવાનું ઉત્તેજન પણ યુવકોને આપતા હતા. આવી એક સભાની એક શાખાનું નામ “ગુજરાતી જ્ઞાન પ્રસારક મંડળી’ હતું. આમાં સમાજમાં ચાલતા કુરિવાજો ઉપર ભાષણ પણ થતાં હતાં, અને તેમાં દાદાભાઈ નવરેજી, 3. ભાઉ દાજી વગેરે વિદ્વાનો ઘણો આગળ પડતો ભાગ લેતા હતા. કરસનદાસ આ મંડળીથી ઘણાજ આકર્ષાયા હતા, અને તેના કાર્યમાં તેઓ રસભર્યો ભાગ લેતા હતા. આ “જ્ઞાન પ્રસારક મંડળીમાં ગુજરાતી તેમજ દક્ષણી હિંદુઓ તથા મેટે ભાગે પારસી યુવકે ભાગ લેતા હતા. એટલે તેના કામથી ઉત્સાહી ગુર્જર યુવકને સંતોષ થયો નહિ. તેથી તેમણે
૧૯૩
૨૫