________________
મુનિશ્રી હિમાંશુવિજયજી (અનેકાન્તી).
સન્મતિ તર્ક સુધી જૈન ન્યાયના ગ્રંથોનો અભ્યાસ મુનિશ્રીએ કર્યો. નૈયાયિક, વૈશેષિક, બદ્ધ અને ગસાંખ્ય દર્શનના સ્વતંત્ર ગ્રંથોનું એમણે મેટા પંડિત પાસે ખાસ અધ્યયન કર્યું. કાવ્ય અને અલંકાર શાસ્ત્રને અભ્યાસ એમણે પ્રારંભમાં ન્યાયતીર્થ મુનિશ્રી ન્યાયવિજયજી પાસે કર્યો. સંસ્કૃતમાં કાવ્ય રચવાની પદ્ધતિ પણ તેમની પાસે જાણી લીધી. કાવ્યનો ઉચે અભ્યાસ એમણે પંડિત શિવદત્ત કવિરત્ન પાસે કર્યો.
અભાસ સારે થયો હોવાથી એમણે કલકત્તા યુનીવરસીટીની ન્યાય અને સાહિત્યની તીર્થ સુધીની બધી પરીક્ષાઓ આપી. બે વિષયની તીર્થ પરીક્ષાઓમાં પાસ થયેલા જન સાધુઓમાં એઓશ્રી પહેલા જ છે. વ્યાકરણ અને સાંખ્યની પ્રથમા અને મધ્યમાં પરીક્ષામાં પણ એઓશ્રી પાસ થયેલા છે. હેમચંદ્રાચાર્યના વ્યાકરણથી એમણે પ્રાકૃત માગધી, અપભ્રંશ વિગેરે ભાષાઓનું સારું જ્ઞાન મેળવ્યું. એઓશ્રીએ ઘણા બ્રાહ્મણ સંન્યાસિ અને જૈન સાધુ તથા શ્રાવકોને ન્યાય, વ્યાકરણ, કાવ્ય વિગેરેનું અધ્યયન કરાવ્યું છે અને કરાવતા રહે છે. સારા સારા વિદ્વાન એમની સાથે તાત્વિક વાર્તાલાપ અને ચર્ચા કરી સંતોષ મેળવે છે.
સને ૧૯૨૬ થી એમણે લખવાનું શરૂ કર્યું. “જૈનધર્મ પ્રકાશમાં “લેખન શક્તિ” વિષે પહેલો લેખ લખ્યો. ધીરે ધીરે મુનિશ્રીએ હિંદી, ગુજરાતી, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓમાં ગદ્યપદ્ય લેખો લખી પિતાની શક્તિને સારો વિકાસ સાધ્યો. સરસ્વતી, માધુરી અને કાન્ત, પ્રભાત, આત્માનંદ, વીર, શ્વેતામ્બર જૈન, જૈનમિત્ર, જૈનધર્મપ્રકાશ, શારદા, બુદ્ધિપ્રકાશ, પીયૂષ પત્રિકા, જૈન, જૈનપ્રકાશ, મહારાષ્ટ્રીય જૈન, ખેડાવર્તમાન, દેશીમિત્ર, મુંબઈ સમાચાર, સાંજ, સંધિ, ગુજરાત સમાચાર, વિગેરે રૈમાસિક, માસિક, અઠવાડિક અને દૈનિક પત્રમાં ઇતિહાસ, સમાલોચના અને સમાજ વિષયના એમના મહત્ત્વના લેખો પ્રસિદ્ધ થયા છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓમાં એમની કવિતાને વિદ્વાને વખાણે છે. ધર્મવિયોગમાળા નામનું એક કાવ્ય એમણે સાત ભાષાઓમાં રચ્યું છે. જુદા જુદા પત્રમાં એમણું ઘણું સંસ્કૃત કાવ્ય પ્રસિદ્ધ થયાં છે, અને ઘણું છપાવ્યા વિના અપ્રસિદ્ધ છે.
મુનિશ્રીને સંશોધન, સમાલોચના અને જ્ઞાનદાન આપવાને ઘણે શેખ છે. શાંત રીતે કોલાહલ વગરના સ્થાનમાં રહી લખવા વાંચવાનું