________________
ગ્રંથકાર ચરિત્રાવળી
મુનિશ્રી હિમાંશુવિજયજી (અનેકાન્તી)
એએ છે. મુર્તિપુજક જૈન સંપ્રદાયના સાધુ છે. એમની જાતિ વિસાપારવ ળ અને ધર્મ જૈન છે. એમના પિતાનું નામ વનેચંદ્રજી અને માતાનું નામ પાર્વતી હતું. એમનું મૂળ વતન બલદુષ્ટ ( સીરાહિ સ્ટેટ ) હતું. એમના જન્મ વિક્રમ સંવત્ ૧૯૬૦ ના વૈશાખ માસના શુકલ પક્ષમાં પાડિવ ગામમાં થયા હતા. એમનું નામ હિમ્મતભલ હતું. અગ્યાર વ સુધી એમણે ગામડાની શાળામાં અભ્યાસ કર્યાં. એમના ગણિતને વિષય સારા હતા. ગુજરાતીનેા મામુલી અભ્યાસ ત્યાંજ કર્યાં. કવિ દલપતરામની કવિતા ઉપર એમના પ્રેમ ત્યારથી હતેા.
વિ. સંવત્ ૧૯૭૧ માં એએ કરનૂલ ( મદ્રાસ ) ગયા. એમના પિતાની ત્યાં મેાટી દુકાન હતી. તેએ સાહિસક વ્યાપારી હતા. એમણે ત્યાં રહી વ્યાપારમાં સારી હાંશિયારી મેળવી; ખાનગી ઇંગ્રેજી અને ઉર્દુના અભ્યાસ પણ કર્યો. વિ. સંવત્ ૧૯૭૪ માં એમના પિતાએ મુ`બઈમાં દુકાન કરી એટલે એએ મુંબઈ આવ્યા.
'
એએને મુંબઈમાં સુનીલાલભાઇ કાનુનીનો સમાગમ થયે.. કાનુની એક સાચા બ્રહ્મચારી અને ત્યાગી શ્રાવક છે. એમના સંસની હિમ્મતમલના જીવન ઉપર ઘણી સુંદર અસર થઈ. તેજ અરસામાં બ્રહ્મચય દિગ્દર્શન ' ( વિજયધર્મસૂરિ રચિત ) નામનું પુસ્તક એમણે વાંચ્યું. આથી એમણે અઢાર વર્ષ પહેલાં લગ્ન નહિ કરવાના નિશ્ચય કર્યો.
તેજ સમયે શાસ્ત્રવિશારદ શ્રીવિજયધસૂરિ મુંબઈ પધાર્યા. તેમના ઉપદેશ હિમ્મતમલે સાંભળ્યા અને સંસાર ઉપર એમની વિરક્તતા થઈ. એએએ બે વર્ષ સુધી વિજયધસૂરિ પાસે સાધુ ધર્મના અભ્યાસ કરી તેમની પાસેજ વિ. સંવત્ ૧૯૭૮ ના વૈશાખ સુદી ત્રીજે, પિતાને સમજાવી ઈંદારમાં જાહેર રીતે દીક્ષા લીધી. એમનું સાધુ દશાનું નામ હિમાંશુવિજય રાખી મુનિરાજશ્રી વિદ્યાવિજયજીના શિષ્ય થયા, કે જે પ્રસિદ્ધ વક્તા, જબ્બર લેખક અને સાક્ષર છે.
એમણે સંસ્કૃત વ્યાકરણનું અધ્યયન શાન્તમૂર્તિ મુનિશ્રી જયંતવિજયજી પાસે કર્યું; સાથે સાથે કેટલાંક જૈનસ્ત્રાનું પણ અધ્યયન કર્યું. હવે દર્શનશાસ્ત્ર અને સાહિત્યના અભ્યાસ કરવાની એમની ઉત્કંઠા વધી.
૧૮૫