________________
સુંદરજી ગોકળદાસ બેટાઈ
સુંદરજી ગોકળદાસ બેટાઈ - એઓ જ્ઞાતે ગુગળી બ્રાહ્મણ અને બેટ દ્વારકાના વતની છે. એમનો જન્મ સં. ૧૯૬૦ના ભાદ્રપદ સુદ બારશને બુધવારના રોજ બેટ દ્વારકામાં થયું હતું. એમના પિતાનું નામ ગોકળદાસ ગોરધનદાસ અને માતુશ્રીનું નામ (સ્વ. વ્રજરબાઈ છે. એમનું લગ્ન સં. ૧૯૭૮ના વૈશાખ સુદ ૧૨ ના રોજ દ્વારકામાં સૌ. ચંદા બહેન સાથે થયું હતું.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એમણે બેટ અને દ્વારિકામાં લીધું હતું; અને ઉંચું શિક્ષણ મુંબાઈમાં-પ્રથમનાં બે વર્ષો સેંટ ઝેવીઅરમાં અને બી. એ.નાં બે વર્ષ એલ્ફીન્સ્ટન કૅલેજમાં. હાઇસ્કુલના અભ્યાસ દરમિયાન એમને ઇનામ અને ઑલરશિપ મળેલાં.
હાલમાં તેઓ ગુજરાતી હિન્દુ સ્ત્રીમંડળ તરફથી ચાલતા સ્ત્રીવિદ્યાલયમાં મુખ્ય શિક્ષક છે; અને એલ એલ. બી. નો અભ્યાસ પણ પૂરે કર્યો છે.
ભાષા, સાહિત્ય અને ધર્મતત્વજ્ઞાનનું વાચન એમને વિશેષ ગમે છે; ગીતા એ એમનું પ્રિય પુસ્તક છે. કોલેજમાં શ્રીયુત નરસિંહરાવના એ પ્રિય શિષ્ય હતા.
એમની કવિતા ગુજરાતી માસિકમાં અવારનવાર પ્રગટ થાય છે; અને તેને એક સંગ્રહ “તિ-રેખા” નામે ચાલુ વર્ષમાં પ્રસિદ્ધ થયેલ છે.
શ્રીયુત નરસિંહરાવે તેને ઉપદઘાત લખે છે, એ જ એમની કવિતા માટે ઉંચું પ્રમાણપત્ર છે.
:: એમની કૃતિ : : ને. પુસ્તકનું નામ
પ્રકાશન વર્ષ ૧ જ્યોતિ રેખા
સન ૧૯૩૪
૧૮૫