________________
ગ્ર‘થકાર ચરિત્રાવળી
સત્યેન્દ્રપ્રસાદ સાંકળેશ્વર મહેતા
એએ નાતે રાયકવાળ બ્રાહ્મણ, અમદાવાદના વતની, મૂળ ખારેજાના– એમના પિતાનું નામ સાંકળેશ્વર અને માતાનું નામ રેવાબાઇ છે. એમને જન્મ સં. ૧૯૪૮માં થયા હતા; અને લગ્ન એમના અગીયાર વર્ષે અમદાવાદમાં સૌ પાવતીદેવી સાથે થયલું.
ગુજરાતીને અભ્યાસ પૂરા થયા બાદ ઇંગ્લિશ શાળામાં તે જોડાયલા, છઠ્ઠા ધારણ સુધી પહેાંચ્યા હતા. સંસ્કૃતનું શિક્ષણ એમણે એમના પિતાશ્રી પાસેથી ધેર લીધું હતું.
સાહિત્યને તેઓ સારા શાખ ધરાવે છે; અને લેખન પ્રવૃત્તિ એમને ચાલુ વ્યવસાય છે; તેમ લેાકસેવા કાર્યમાં સતત જોડાયલા રહે છે. હાલમાં તે મ્યુનિસિપલ સભાસદ છે.
એમણે સંખ્યાબંધ નવલકથાએ લખેલી છે; અને તે લોકપ્રિય થઈ પડવાથી તેની અનેક આવૃત્તિએ થયલી છે. એમની કેટલીક નવલકથાઓની ફિલ્મા પણ ઉતરી છે. તે પરથી વાચકને એમની બુદ્ધિ તે શક્તિને ખ્યાલ આવશે.
:: એમની કૃતિઓ : :
(૧) કુમુદકુમારી (૨) પદ્મલતા
(૩) તરૂણ તપસ્વીની ભા ૧–૨
પ્રથમ ભાગ સં. ૧૯૭૧ બીજો સં. ૧૯૭૩; પીલ્મ ઉતરી છે. (૪) કાળરાત્રિ ભા. ૧–૨
સ. ૧૯૭૧માં; ફીલ્મ ઉતરી છે.
(૫) વસંતવિજય ભા. ૧ થી ૪
પ્રથમ ૧૯૭૪, બીજે ૧૯૭૬, ત્રીજો-ચોથા ૧૯૭૭,
(૬) ઝેરી જમાના ભા. ૧ થી ૫, સં. ૧૯૭૭ માં (૭) કૈલાસકુમારી ભા. ૧-૨
(૮) વિશ્વમેાહિની ભા. ૧ થી ૮
ભા. ૧ થી ૪, સં. ૧૯૭૮, ભા, ૫ થી ૮ સં. ૧૯૭૯
(૯) કુસુમકાન્ત ભા. ૧ થી ૩
ભા. ૧ ૧૯૭૪, ભા ૨ ૧૯૭૮, ભા. ૩ ૧૯૮૦
૧૮૨