________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ઈતિહાસ એ તેમને મુખ્ય વિષય છે અને તેમાં તેઓ પ્રમાણભૂત ગણાય છે. વિજયધર્મસૂરિના સમુદાયમાં જેટલું એતિહાસિક કામ થયું છે તે બધું એમને આભારી છે. “સૂરીશ્વર અને સમ્રાટમાં મુનિ વિદ્યાવિજયને આમણે અમર બનાવી દીધા છે. તેની પ્રસ્તાવનામાં લખ્યું છે કે “વિજયેન્દ્રસૂરિજી ન હોત તે આ ગ્રન્થ બન્યું ન હોત, તેના યશના ભાગી સંપૂર્ણપણે તેઓ જ છે.” વિજયધર્મસૂરિના સમુદાયમાં ઈતિહાસ વિષયના જે કાંઈ છાંટા છે તે વિજયેન્દ્રસૂરિના ફુવારામાંથી ઉડેલા છે.
તેમણે પિતાની આ બધી શક્તિઓ ગુરૂને નામે વાપરી. તેમણે જે કાંઈ કામ કર્યું તે બધું વિજયધર્મસૂરિને નામે કર્યું. તેમને “વિશ્વવિખ્યાત” બનાવવાનું લક્ષ્ય રાખ્યું. આજે હિંદ અને યુરોપમાં સાહિત્યકારો અને સંસાયટીઓમાં સાહિત્ય પ્રચારક તરીકેની જળહળતી કીર્તિ વિજયેન્દ્રસૂરિના ખંતભર્યા પુરૂષાર્થને આભારી છે.
સન ૧૯૨૨માં તેમના ગુરૂને સ્વર્ગવાસ થયો. ૧૯૨૩માં આગરાના સંઘે તેમને આચાર્ય પદ્ધી આપી. ધર્મગુરૂના સ્વર્ગવાસ થયા પછી બીજી સંસ્થાઓને સ્થાયી બનાવવાનું કામ પણ તેમના ઉપર આવ્યું.
૧૯૭૧માં તેઓ ગુરૂના સમાધિ મંદિરમાં શિવપુરી પાછા ફર્યા.
તેઓએ પ્રારંભિક કાર્ય કરીને પિતાના જ્ઞાનની ઘણુને ભેટ કરી છે. પ્રાચીન સાહિત્યને ઉદ્ધાર કરી, હેળો પ્રચાર કરી ઉજળું બનાવ્યું છે.
.:: એમની કૃતિ : : Reminiseeness of Vijayadharmasuri 1928
૧૪