________________
આચાર્ય વિજયેન્દ્રસૂરિ
आचार्य विजयेन्द्रसरि
તેમને જન્મ ક્ષત્રીય જાતિના વિશાળ કુટુંબમાં સન ૧૮૮૦ માં સનખતરા (જી. શ્યાલકોટ–પંજાબ) માં થયું છે. તેમનું ગૃહસ્થાવસ્થાનું નામ શ્રી બુદ્ધામલજી હતું. પિતાનું નામ લાલા ગોપાલદાસ અને માતાનું નામ શ્રીમતી કૃપાદેવી હતું. વર્નાક્યુલર મિડલ સુધી પોતાના ગામમાં અભ્યાસ કરી અંગ્રેજી ભણવા માટે તેઓ શ્યાલકોટ ગયા. ત્યાં સાધુઓના સહચારને કારણે સન્યાસ-દીક્ષા લેવાની આંતરપ્રેરણું ઉઠી. ૧૮૯૫ માં તેઓ ઘેરથી ચુપચાપ નિકળી ગયા. અને પ્રેમ વિજયજી મહારાજ પાસે દીલ્હી આવ્યા. ત્યાંથી વિજયધર્મસૂરિ પાસે આવી દીક્ષા લીધી. ગુરૂ સાથે ગુજરાતથી બનારસ આવ્યા. તેમના ગુરૂએ ત્યાં પાઠશાળા સ્થાપી અને તેમને પિતાને હિંદના સાહિત્યને પૂરેપમાં પ્રચાર કરવાની તમન્ના જાગી. તેને માટે એક “ સંસ્કૃત-પ્રાકૃત સિરિઝ શરૂ કરી; જે “યશ વિજય ગ્રંથમાળા’ને નામે હાલ ભાવનગરમાં નિરંતરપણે ચાલે છે અને અનેક પુસ્તકે તેમાંથી પ્રકટ થયા છે.
બનારસ ગયા પછીથી તેમનું આખું જીવન સાહિત્યના પ્રચારક અને સાહિત્યના રસિયા તરીકે જ વીત્યું છે. જીવનને મોટો ભાગ પાશ્ચાત્ય લોકોને સાહિત્ય પૂરું પાડવામાં ગાળ્યો છે. સેંકડે વર્ષોથી અણ સ્પર્યા રહેલા ગ્ર સમ્મતિ તર્ક, હૈમ કેશ, અવતારિકા આદિ ધ્રઢ ગ્રન્થને પ્રકાશિત કરી ઉદ્ધાર કર્યો અને છૂટે હાથે હિંદ અને યુરોપમાં પુસ્તકની લાણી કરી. ત્યાં આજે જૈન સાહિત્યને જે બહોળા પ્રચાર છે તે વિજયેન્દ્રસૂરિને આભારી છે.
તેમની સ્મરણશક્તિ એટલી તીવ્ર છે કે જે કાંઈ તેમના વાંચવામાં કે જોવામાં આવે છે તે સારી રીતે યાદ રાખી શકે છે અને References રેફરન્સ માટે એઓ જીવતી જાગતી Encyclopedea એનસાઈકલપિડિયા રૂપ છે.
તેમની સંગ્રહ કરવાની શક્તિ પણ અજબ છે અને તેને બધો ઉપયોગ તેમણે પુસ્તક અને ઐતિહાસિક વસ્તુઓ એકઠી કરવામાં કર્યો છે. તેમણે એ સંગ્રહથી “હેમચંદ્ર લાયબ્રેરી ”ની શરૂઆત કરી, અને તે પછી વિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિર તરીકે પ્રસિદ્ધ થયે, જે ૧૯૨૩માં પિતાની આચાર્યપદ્ધીના અરસામાં તરીકે જનતાને અર્પણ કર્યો.
૧૭૯