________________
ગુજરાતી ભાષાના શબ્દોષ
રાતી અને ઈગ્રેજી ડિક્ષનેરી પ્રકટ થઈ હતી. ગુજરાતીના ગુજરાતીમાં જ અર્થ આપી તેની સાથે ઈગ્રેજી અર્થ પણ આપીને અત્યારસુધીની ડીક્ષનેરીએથી જુદી ભાત પાડી હતી. ત્યારપછી લગભગ અગીઆર વર્ષોના ગાળામાં આવી કોઈ ડીક્ષનેરી બહાર પડેલી જણાતી નથી. પરંતુ સને ૧૮૮૫ માં રાજકોટમાં રા. કાશીદાસ બ્રીજભુખનદાસ તથા બાલકિસનદાસ બ્રીજભુખનદાસે ગુજરાતી ગુજરાતી અને ઈગ્રેજી ડિક્ષનેરી લગભગ ૨૫૦૦૦ શબ્દોની પ્રગટ કરી હતી. ત્યારપછીના દશ વર્ષના ગાળામાં અમદાવાદમાં ચાર પોકેટ ડીક્ષનેરીઓ નીકળી હતી. પરંતુ તેમાં સને ૧૮૯૨માં રા. લલ્લુભાઈ ગોકલદાસે જે પેકેટ ડીક્ષનેરી બહાર પાડી તેની ૧૯૦૦ તથા ૧૯૧૨ માં થઈને ત્રણ આવૃત્તિઓ ૨૫૦૦, ૪૦૦૦ અને ૪૦૦૦ પ્રતેની અનુક્રમે નિકળી હતી. બાકીની પ્રતે એક એક હજારની નિકળી હતી. મતલબ રા. લલ્લુભાઈ ગોકલદાસની ડીક્ષનેરી લોકપ્રિય નીવડી હતી. પરંતુ ગુજરાતી ઇગ્રેજી ડીક્ષનેરી પદ્ધતિસર, શબ્દોના મૂળ સાથે અને ઉદાહરણ સાથે સારા મોટા કદની તૈયાર કરવાનું માન મિ. એમ. બી. બેલ્લારેને માટેજ બાકી રહ્યું હતું. મિ. બેલ્લારે એક દક્ષિણી ગૃહસ્થ હતા અને અમદાવાદની હાઈસ્કૂલમાં માસ્તર હતા. આ ડીક્ષનેરી યોજવાના કામમાં તેમને ઉશ્કેરનાર અને રોકનાર મિ. એચ. કે. પાઠક હતા. આ પાઠક ગુ. વ. સોસાયટીમાં કારકુન હતા. (ડીક્ષનેરી પ્રકટ થઈ ત્યારે તેઓ સોસાયટીમાં હતા કે કેમ તે ધ્યાનમાં નથી.) તેમને ઈગ્લીશ આવડતું ન હતું. પરંતુ તેઓ સાહસિક હતા. અને અમુકની જરૂર છે અને અમુકમાં લાભ છે તે તેઓ જોઈ શકતા હતા. ગુજરાતી-ગુજરાતી કેલના વિવેચનમાં મે. ભગુભાઈની કંપની સંબંધમાં જે ઉલ્લેખ હતું તે કંપનીના પણ મિ. પાઠક એક અગ્રગણ્ય ભાગીદાર હતા. ઈગ્લીશ ગુજરાતી કે મોટા પાયા ઉપર કાઢવાની યોજના પણ મિ. પાઠકનીજ હતી અને મિ. રૂસ્તમજી શેઠનાને તેમણે જ સદર ડિક્ષનેરી માટે ઉભા ર્યા હતા. મનુષ્ય એક કાર્ય આરંભી તેને સંપૂર્ણ સંચાલનમાં મૂકયા વગર લાલસાને વશ થઈ બીજું કાર્યોમાં ઝીપલાવે છે અને બગડે બે થાય છે તેમ આ. મિ. પાઠકે, મે. શેઠના સંઘવી અને ભગુભાઈની ભાગીદારીથી પાઠકસંઘવીની કંપની વ્યાપારાર્થે કાઢી, મિ. શેઠનાને જાપાન મોકલ્યા અને મોટી નુકશાની પરિણામે ખમવી પડી. ઈગ્લીશ ગુજરાતી ડીક્ષનેરીની મેટી આવૃત્તિ પડી ભાગવાનું આ પણ એક કારણ હતું. પરંતુ આતો વિષયાન્તર થઈ ગયું. મિ. બેલ્લારેએ ઘણી મહે
૮૩