________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
ધી ટુડન્ટસ ઇગ્લીશ-ગુજરાતી ડીક્ષનેરી એ નામથી બહાર પાડી. તેની બીજી આવૃત્તિ સને ૧૯૦૧ માં નિકળી. બીજી ટુડન્ટસ ઈ- ગુ. ડીક્ષનેરી સને ૧૮૯૯ માં મે. જમનાદાસ ભગવાનદાસની કમ્પનીએ બહાર પાડી. ત્યાર પછી પોકેટ ડીક્ષનેરીઓ બહાર પડી તે સાથેના પરિશિષ્ટમાં આપેલી છે. પરંતુ સને ૧૯૦૬ ની સાલમાં બુકસેલર મેંતીલાલ મગનલાલે રા. બી. સી. દેસાઈ પાસે તૈયાર કરાવીને એક મોટી ડીક્ષનેરી બધી મહાભારત ડિક્ષનેરી” એ નામથી બહાર પાડી. પ્રથમ તેમને વિચાર સદર ડીક્ષનેરી “ધી ન્યુ સ્ટાન્ડર્ડ ડિક્ષનેરી'ના નામથી બહાર પાડવાનું હતું. પરંતુ લેખકની ડીક્ષનેરીનું નામ ધી “સ્ટાન્ડર્ડ ડીક્ષનેરી” હોવાથી “ન્ય સ્ટાન્ડર્ડ એ નામને કાયદાને બાધ આવવાથી કોરટના પ્રતિબંધને લીધે ઉપરના નામથી બહાર પાડવી પડી હતી. સદર ડિક્ષનેરી પણ સમયાનુસાર સર્વગ્રાહી હતી. સને ૧૯૧૦ માં ડો. આર. એન. રાણીનાએ ધી મેન્યુએલ ઓફ ઈ. ગુ. ડિક્ષનેરી એ નામથી એક ડીક્ષનેરી બહાર પાડી હતી. ત્યારપછી મટી ડીક્ષનેરી તરીકે શ્રીશયાળ કલ્પદ્રુમ બહાર પડેલો છે. આમાં કાયદાને લગતા શબ્દોજ લેવામાં આવ્યા છે. વડોદરા રાજ્યમાં જે નિબંધે બહાર પડેલા તે નિબંધમાં ઈગ્રેજી શબ્દોને બદલે જે શબ્દો વપરાયેલા તે શબ્દ આ કોષમાં લીધા છે. પરંતુ તેમાં વિશેષતા એ છે કે અંગ્રેજી શબ્દના ૧ ગુજરાતી ૨ મરાઠી, ૩ સંસ્કૃત, ૪ ઉર્દુ, ૪૫ર્કીઅન, ૬ હિંદી અને ૭ બંગાળી ભાષામાં વપરાતા પર્યાયે આપેલા છે. પછીના કલમમાં ગુજરાતીમાં હાલ શું વપરાય છે તે આપેલ છે અને છેલ્લા કેલમમાં કિયા શબ્દ વાપરવા લાયક છે તેની સૂચના કરી છે.
ઉપર પ્રમાણે ઈગ્લીશ-ગુજરાતી કેને ટુંકાણમાં પરિચય કરાવ્યો છે. નાના મેટાં અત્યાર સુધીના પ્રકાશન માટે સાથે પરિશિષ્ટ સામેલ છે. મોટા પાયા ઉપરની ઈગ્લીશ-ગુજરાતી ડીક્ષનેરીની હજુ આપણી ભાષામાં ખામી છે. અને તે કેક કોઈ સંસ્થા વગર કરી શકે તેમ નથી. ઘણા ઈગ્રેજી શબ્દોના નવિન ગુજરાતી શબ્દ યોજાયા છે અને હજુ જાય છે. પારિભાષિક શબ્દોની ડીક્ષનેરીઓ પણ બહાર પડતી જાય છે. સંસાઈટીએ પણ તેવા શબ્દોના વપરાયેલા પર્યાયે બહાર પાડયા છે. સયાજી જ્ઞાન મંજુષા તરફથી પણ તેના પારિભાષિક શબ્દોના સમૂહો બહાર પડેલા છે. વિદ્યાપીઠ તરફથી પણ “ગણિતકી પરિભાષા” એ નામથી અંગ્રેજી શબ્દોના