________________
- ગ્રંથકાર ચરિત્રાવળી માણેકલાલ ગોવિંદલાલ જોશી
એઓ જ્ઞાતે ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ અને એમનું વતન જોળકા છે. એમના પિતાનું નામ ગોવિંદલાલ હરિશંકર જોશી અને માતાનું નામ ચંચળબ્લેન–જેશંકર પંડિતની પુત્રી છે. એમને જન્મ દદુકા (તા. સાણંદ) માં પિતાના મોસાળમાં થયો હતો. એમનું લગ્ન સન ૧૯૨૩ માં ધોળકા તાલુકે વાસણાકળીઆમાં સૈ. લલિતાગવરી સાથે થયું હતું.
એમના પિતા રેલવેમાં નોકર હોવાથી એક સ્થળે શિક્ષણ લેવાનું એમનાથી બની શક્યું નહોતું. અંગ્રેજી સાત ધોરણ પૂરા કર્યા પછી ચાર વર્ષ એમણે ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો હતે
સિનેમાનો બહુ શેખ હોવાથી તેઓ એ ધંધામાં પડેલા; અને તેમાં વાર્તાઓ લખવાથી તે સીના, એડીટીંગ અને ડીરેકશન વિ. સર્વ વિષયોને અનુભવ મેળવેલે. તેમણે કેટલાંક ચિત્રપટ સ્વતંત્ર રીતે પણ ડીરેકટ કરેલાં, જેમાં કૃષ્ણકુમારી, બહારે જીંદગી વિ. મુખ્ય હતાં.
સાહિત્ય પ્રતિનું વલણ તેમને લખવા વાંચવા પ્રેરે છે. એમણે કેટલોક વખત “Moving Picture Monthly' નામનું સીનેમા ઉદ્યોગને લગતું ઈગ્રેજી માસિક એડિટ કર્યું હતું.
:: એમની કૃતિઓ :: નં. પુસ્તકનું નામ
પ્રકાશન વર્ષ ૧. મુરતું હૃદય
સ. ૧૯૮૮ ૨. દિલારામ
• ૧૯૮૯ ૩. પ્રેમળ જ્યોતિ
, ૧૯૮૯
૧૭