________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ભેળાશંકર પ્રેમજી વ્યાસ
તેઓ જ્ઞાતે વાલમ બ્રાહ્મણ અને ગોંડલ રાજ્ય તાબે રીબ ગામના વતની છે. એમનો જન્મ સં. ૧૯૫૩ માં માહ સુદ પુનમના રોજ રીબમાં થયો હતો. એમના પિતાનું નામ પ્રેમજી જાદવજી વ્યાસ અને માતાનું નામ પાર્વતીબાઈ છે. એમનું લગ્ન સં. ૧૯૭૪માં ગેંડલમાં સૌ. શાન્તાગૌરી સાથે થયું હતું,
તેમણે ગુજરાતી ટ્રેઈન્ડ સિનિયરની પરીક્ષા પાસ કરેલી છે; અને ઈગ્રેજીનું પણ સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. સન ૧૯૧૬ માં હંટર મેલ ટ્રેનિંગ કોલેજમાંથી ફર્સ્ટ કલાસમાં ઉત્તીર્ણ થયા હતા.
સં. ૧૯૮૯ માં હિન્દીની પરીક્ષા આપી તેમાં બીજો વર્ગ મેળવ્યો હતો.
હમણાં તેઓ અમદાવાદ વનિતા–વિશ્રામમાં શિક્ષક તરીકે કામ કરે છે.
લોક સાહિત્ય એ એમનો પ્રિય વિષય છે. પિતાનું મૃત્યુ એમની બાળવયે થતાં માતાએ એમને ઉછેરી મોટા કર્યા એટલું જ નહિ પણ કેળવણીના શુભ સંસ્કાર એમના પર પાડયા છે. એમના માતપિતા બંને સ્વામિનારાયણ સંપ્રદાયનાં હોવાથી એમનું જીવન સત્સંગી સાધુઓના સમાગમમાં વિશેષ આવેલું છે; અને ભક્તિની છાપ એમના પર ઝાઝી પડેલી છે.
લોકસાહિત્યને એમને શોખ “નવદીવડા” નામક એમના પુસ્તકમાં નજરે પડે છે અને “પ્રભુ ચરણે” એ ગ્રંથમાં એમને ભક્તિપ્રેમ વ્યક્ત થાય છે.
:: એમની કૃતિઓ :: પુસ્તકનું નામ,
પ્રકાશન વર્ષ, શ્રી પ્રભુ ચરણે
સં. ૧૯૮૨ નવદીવડા
સં. ૧૯૮૮
૧૬૮