________________
ભેગીલાલ જયચંદ્ર સાંડેસરા
ભોગીલાલ જયચંદ સાંડેસરા
એઓ જાતના લેઉઆ પાટીદાર અને એમનું વતન પાટણ છે, એમના પિતાનું નામ જયચંદભાઈ ઈશ્વરલાલ સાંડેસરા અને માતાનું નામ મહાલક્ષ્મી બહેન છે. એમને જન્મ ચૈત્ર વદ ૬ સં. ૧૯૭૩ ના રોજ મસાળમાં પાટણ તાબે ગામ સંડેરમાં થયો હતો. એમનું લગ્ન પાટણમાં સં. ૧૯૮૮ માં શ્રી શાન્તાગૌરી સાથે થયું હતું.
એએ હજુ મેટ્રીક્યુલેશન કલાસમાં છે. બધે અભ્યાસ પાટણમાં કર્યો છે. મુનિ જિનવિજયજીની ભલામણપરથી તેમણે પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજી પાસે પ્રાકૃત વ્યાકરણ, સંસ્કૃત વગેરેને અભ્યાસ આરંભ્યો હતે અને તેમની જ લાગવગ ઉપરથી હસ્તલિખિત જૈન પુસ્તક ભંડાર તપાસવાની સરળતા પ્રાપ્ત થઈ હતી. અત્યારે કોઈ સારા અભ્યાસીની હરોળમાં મૂકી શકાય એવો ઉડે અભ્યાસ એ વિષયોમાં–જુના ગુજરાતી અપભ્રંશ વગેરેમાં–એમણે કર્યો છે, એમ એમના લેખો “બુદ્ધિપ્રકાશ ', “ પ્રસ્થાન', સાહિત્ય', મુંબાઈનું અઠવાડિક “ગુજરાતી” વગેરેમાં પ્રસિદ્ધ થયેલા છે, તે પરથી જણાશે. તેમને પ્રથમ લેખ “બુદ્ધિપ્રકાશ' જુન ૧૯૩૧ માં પડીમાત્રાને સમય” નામને પ્રકટ થયો હતે.
એક ગ્રંથકાર તરીકે એમણે શરૂઆત કરી દીધી છે અને ભવિષ્યમાં ઉમદા કૃતિઓ આપણને એમના તરફથી મળશે એવી આશા પડે છે.
:: એમની કૃતિઓ :: નં, પુસ્તકનું નામ,
પ્રકાશન વર્ષ, ૧. માધવકૃત રૂપસુન્દર કથા
સન ૧૯૩૪ સંધવિજયકૃત સિંહાસન બત્રીસી ૩. વાઘેલા વંશ
(પ્રેસમાં છે.) ઉપરાંત વિક્રમ સંવતના ચૌદમા સૈકાથી માંડી સત્તરમા શતક સુધી ગુજરાતી ભાષાના વિકાસને ખ્યાલ આપે તેવાં નાનાં કાવ્યોનો એક સંગ્રહ ટીકા વગેરે સાથે તૈયાર થાય છે.
S