________________
મુનિશ્રી મંગલવિજયજી મુનિશ્રી મંગલવિજયજી.
એમનું ગામ લીંચ, એમની જાતી વિસા શ્રીમાળી, અને ધર્મ જૈનગૃહસ્થાવસ્થાના એમના પિતાનું નામ ભાઈ ભગવાનદાસ મહેતા હતું. એમની માતાનું નામ અંબાદેવી. તે બન્ને ધાર્મિક હતાં. એમને જન્મ વિ. સં. ૧૯૩૩ ના માગસર માસમાં થયો. એમનું અભિધાન મનસુખલાલ પાડયું. એમને ત્રણ ભાઈઓ અને બે બહેનો હતી. એમના પિતાની સ્થિતિ સાધારણ હતી, એટલે મનસુખે ગામડાની નિશાળમાં સામાન્ય અભ્યાસ કરી વ્યાપારની લાઈન લીધી.
માતાને પરલોકવાસી થયા પછી મનસુખને દુઃખ થયું. પણ જગત. સ્થિતિનું જ્ઞાન થયું. એ ટાણામાં શાસ્ત્ર વિશારદ શ્રી વિજય ધમસૂરી વિહાર કરતા લીંચ આવ્યા, મધુર અને ભાવવાહી તેમની વાણી સાંભળવાને પુણ્ય પ્રસંગ મનસુખને સાંપડે. આ ઉપદેશથી એમને સંસારની અસારતાનું ભાન થયું. એમણે શ્રી વિ. ધર્મસૂરી પાસે જીવન પર્યત બ્રહ્મચર્ય પાળવાની ભીમ પ્રતિજ્ઞા લીધી. પૂર્ણ યુવાવસ્થામાં આવી પ્રતિજ્ઞા લેવી એ એમના મનોબળની સાક્ષી પૂરે છે. એમનું ધાર્મિક જીવન ઘણું સારું હતું. એ વારસે એમના પિતા પાસેથી એમને મળ્યો હતો. “સમરાદિત્યરાસ' પુસ્તકે એમના વૈરાગ્યમાં વૃદ્ધિ કરી. એમના પિતાના મૃત્યુ પછી એએ “સમી' ગામમાં શ્રી વિજય ધર્મસૂરી પાસે ગયા. દીક્ષા આપવા પ્રાર્થના કરી. એમની ઉમર યોગ્ય હતી, વૈરાગ્ય હતા, છતાં સૂરિજીએ મોટાભાઇ વિગેરે વડિલોની સંપૂર્ણ અનુમતિ લાવવા કહ્યું. મનસુખે તે મંજૂર કરી બધાને સમજાવી અનુમતિ લઈ પાછા આવ્યા. વિ. સં. ૧૯૫૬ વૈશાખ સુદિ ૫. એમણે શ્રી વિજયધર્મસૂરિ પાસે મહુવામાં જૈન સાધુની દીક્ષા લીધી. એમનું નામ શ્રી મંગલવિજયજી રાખ્યું.
મુનિશ્રી મંગલ વિજયજી, ગુરૂ પાસે રહી આત્મશાંતિ-સાધુ જીવનને અનુભવ કરવા લાગ્યા, એમના ગુરૂના અહિંસા, સંયમ, અને તપની અસર એમના ઉપર પડી. પિતાનામાં રહેલી ગૂઢ શક્તિઓને વિકાસ કરવાનાં મધુર સ્વનાં એઓ સેવવા લાગ્યા. વિદ્વાન થવાની મહત્વાકાંક્ષા એમનામાં વધતી ગઈ. એમના ગુરૂએ એની પૂર્તિની તમામ સવડ કરી આપી.
વિ. સં. ૧૯૫૮ માં શ્રીવિજયધર્મસૂરિ વિહાર કરી કાશી ગયા. એમની સાથે મુનિરાજ શ્રી મંગલવિજયજી પણ હતા. કાશીમાં શ્રી યશ
૧૭૧